www.VankarSamaj.com

By Bharat Dabhi

 

વેબસાઇટના આ વિભાગમાં અમો આપણા વણકરસમાજને લગતા સમાચારો અને અન્ય વિવિધ માહિતિઓ આપવાનો પ્રયત્ન કરીશું

*** BACK TO HOME ***

પાન નંબર - ૩

 

આણંદ ખાતે યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો માર્ગદર્શન સેમિનાર

 

ગુજરાત સરકારની ક્લેરીકલ, ડેપ્યુટી મામલતદાર, પોલીસ કોંસ્ટેબલ અને પીએસઆઇ જેવી અનેક ભરતીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અર્થે તજજ્ઞો દ્વારા સર્વગ્રાહી માર્ગદર્શનનો સ્પર્ધાત્મક પરીક્ષા અભ્યાસ વર્તુળ, અમદાવાદ અને શ્રી છાસઠ ગામ વણકરસમાજ ઉત્કર્ષ સમિતિ, આણંદ દ્વારા એક દિવસનો સેમિનાર તારીખ ૨૯-જાન્યુઆરી-૨૦૧૨, રવિવારના રોજ ક્રિસ્ચન કોલેજ સંકુલ, આણંદ ખાતે યોજાઇ ગયો. શ્રી છાસઠ ગામ વણકરસમાજ ઉત્કર્ષ સમિતિ, આણંદના ખાસ પ્રયત્નોથી આ સેમિનારમાં તમામ અનુસુચિત જાતિઓ અને અન્ય પછાત વર્ગના સ્પર્ધક યુવામિત્રોએ ખુબ જ મોટી સંખ્યામાં લાભ લીધો.

આ સેમિનારમાં રાજ્ય સરકારની પરીક્ષાઓના ખાસ એક્ષ્પર્ટો દ્વારા જુદા-જુદા વિષયમાં સ્પર્ધાત્મક દ્રષ્ટિકોણથી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ. અંગ્રેજીમાં ડો. કલ્પનાબેન મેક્વાન, સામાન્ય જ્ઞાનમાં સરદાર પટેલ યુનિવર્સીટીના ખ્યાતનામ સીનિયર પ્રોફેસર બળદેવભાઇ આગજા, ગુજરાતી વિષયમાં પણ એવા જ નિપુણ પ્રોફેસર ભગીરથભાઇ બ્રહ્મભટ્ટ સાહેબે માર્ગદર્શન આપ્યું હતુ. જ્યારે આવી પરીક્ષાઓમાં અત્યંત જરુરી એવું ‘મોટીવેશન સેશન’ અમુલ ડેરીના એક્ષ્પર્ટ ટ્રેઇનર શ્રી ધીરજ ચૌહાણે લીધેલ અને પરીક્ષાલક્ષી પેટર્ન, સ્પર્ધાત્મક તૈયારીમાં સફળ થવા બાબતે સ્પર્ધાત્મક પરીક્ષા અભ્યાસ વર્તુળ, અમદાવાદથી આવેલ શ્રી મુળચંદ રાણા, ડો. જયવર્દન હર્ષે ઝીણવટભર્યું માહિતીસભર અને ઉપયોગી માર્ગદર્શન આપેલ. સેમિનારમાં શ્રી છાસઠ ગામ વણકરસમાજ ઉત્કર્ષ સમિતિએ ઉમેદવારોને પરીક્ષાલક્ષી તૈયાર કરાયેલ ખાસ મટીરીયલ્સનું દળદાર પુસ્તક સેમિનાર સ્થળ પર જ વિના મુલ્યે વિતરણ કર્યું હતુ.

સેમિનારમાં સ્પર્ધાલક્ષી, ઉપયોગી અને દુર્લભ માહિતી યુવા ઉમેદવારોમાં આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરવાનો પણ વિશેષ પ્રયાસ જોવા મળ્યો. પ્રશ્નોત્તરી, આવનારી આગામી કારકીર્દિ તકો વિગેરેના આદાન-પ્રદાનથી આ સેમિનાર સમગ્ર આણંદ-ખેડા જીલ્લાના અનુસુચિત જાતિઓ સહિત અન્ય વંચિત સમાજના યુવામિત્રોમાં જબરજસ્ત ઉત્સાહનો સંચાર કર્યો.

શ્રી છાસઠ ગામ વણકરસમાજ ઉત્કર્ષ સમિતિ, આણંદની સમગ્ર ટીમે અગાઉથી સુંદર આયોજન કરીને અત્યંત સફળ કહી શકાય એવો આ સેમિનાર સંપન્ન કર્યો. સ્થળ પરની તમામ વ્યવસ્થા ઉપરાંત આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ યુવામિત્રોને સમયસર સાદા ભોજન ઉપરાંત ચા-નાસ્તાની સરસ વ્યવસ્થા પણ કરેલ. શ્રી છાસઠ ગામ વણકરસમાજ ઉત્કર્ષ સમિતિ આણંદના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અંબાલાલ વણકર અને સંસ્થાના અન્ય હોદ્દેદારોએ પુરો દિવસ સેમિનારમાં ઉપસ્થિત રહી આ સમાજકાર્યમાં સહયોગ આપેલ.

 
 

એમ.એસ.પી. સંઘ - મુંબઇ દ્વારા નાતાલ નિમિત્તે ચેરેટી શો

 

'શિક્ષણ એજ સમાજોન્નતિનો સાચો પાયો છે' - ધ્યેયને વરેલ શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ, મુંબઇ દ્વારા સમાજના આર્થિક રીતે નબળા, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા આવશ્યક નાણાં ભંડોળ એકત્રિત કરવા તારીખ ૨૫-૧૨-૨૦૧૦ ના રોજ ભાઇદાસ હૉલ, મુંબઇ ખાતે 'આ ફેમેલી ફૅન્ટાસ્ટિક છે' નાટકના સફળ આયોજન સાથે નાતાલ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાઇ ગયો. ડૉ. ધીરૂભાઇ નારાયણ મકવાણા અને શ્રીમતી હંસાબેન ધીરૂભાઇ મકવાણા કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે ઉપસ્થીત રહ્યા હતા.

સંસ્થાના પ્રમુખશ્રી વિનોદભાઇ રાઠોડે કાર્યક્રમની શરુઆતમાં મુખ્ય અતિથીનો પરિચય અને સંસ્થાની કામગિરીનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. મુખ્ય અતિથી ડૉ. મકવાણાએ પોતાના સંક્ષિપ્ત વક્તવ્યમાં શિક્ષણના મહત્વ વિશે ઉમદા સમજ આપી હતી. આ પ્રસંગે સંસ્થાના આદિસ્થાપક અને મેનેજીંગ ટ્ર્સ્ટીશ્રી આદરણિય માર્કરસાહેબના આશિર્વચન પ્રાપ્ત થયા હતા. કાર્યક્રમમાં સંસ્થાને નાના-મોટા સહુનો ઉમદા સાથ પ્રાપ્ત થયો હતો.

દાનેશ્વરીઓ દ્વારા કરાયેલ દાનોની જાહેરાતને ઉપસ્થિતોએ તાળીના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. વધુમા વધુ જાહેરાત લાવનાર અને ટિકીટોનું વેચાણ કરનાર કર્મશીલોનું આ અવસરે મુખ્ય અતિથીશ્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન મંત્રીશ્રી વસનજી એ. સુરતી દ્વારા કરવામાં આવ્યુ હતું અને સમાપનમાં આભારવિધી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઇ એન. રાઠોડે આટોપી હતી. મનોરંજન સાથે ઉમદા સંદેશો આપતા 'આ ફમિલી ફૅન્ટાસ્ટિક છે' નાટકનો આનંદ માણતા અને નાતાલ નિમિત્તે અરસપરસને Happy X'mas ની શુભેચ્છા આપતા સહુ વિખરાયા હતા.

પ્રેષક / સમાચાર સૌજન્ય : લલિત પટેલ (મો.નં.: +૯૧-૯૮૬૭૦૯૩૮૨૮)

 

સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ઇનામવિતરણ અને જીવનસાથી પસંદગી મેળો

 

આજના વિકસતા પ્રવાહની સાથે વિકાસની હરણફાળ માંડીને આગળ વધવાના પ્રયાસરુપે સામાજિક એકતા, બંધુતા તથા ભાતૃભાવને સંગઠિત કરીને આવકારતા સામાજિક વિકાસ અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૨૫-૧૨-૨૦૧૦ ના રોજ પંડિત ઓમકારનાથ કલાભવન, ભરૂચ ખાતે સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ઇનામવિતરણ અને જીવનસાથી પસંદગી મેળો યોજાઇ ગયો.

સમાંરભમાં અધ્યક્ષશ્રી ધનજીભાઈ એમ.પરમાર (કેસરોલવાળા), કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રી અશોકભાઈ પરમાર (IAS) તેમજ ડૉ. રશ્મીકાંત મહેતા, શ્રી અરવિંદભાઇ દોરાવાળા, શ્રી રાજેન્દ્ર સુતરિયા, શ્રી નાગજીભાઈ સુતરીયા, શ્રી મનહરભાઈ પરમાર, શ્રી નગીનભાઈ સૂર્યવંશી, સંસ્થાના પૂર્વ મંત્રીશ્રી પુરુષોત્તમ કટારીયા, શ્રી કિશોર પરમાર (આર્કિટેક, અંકલેશ્વર), શ્રી ગીરીશ સુતરીયા, શ્રી કનુભાઈ પરમાર, શ્રી ભાઈલાલ કે. પરમાર, શ્રી ચંદ્રકાન્ત સૈલત, શ્રી રમણભાઈ પરમાર (એડવોકેટ), શ્રી મિતેષભાઇ ચાવડા (વણકર યુવા સમિતિ, વડોદરા), શ્રી ચીમનભાઇ સી. ગોહેલ (પ્રમુખ, ગુજરાત વણકર સેવા સમાજ, વડોદરા જીલ્લા એકમ), શ્રી અશોકભાઇ પરમાર (પ્રતિનિધિ અનુ.જાતિ સૌરભ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં આયોજીત જીવનસાથી પસંદગી મેળામાં ૧૦૦થી વધુ લગ્નોત્સુક યુવક-યુવતિઓએ ભાગ લિધેલ.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રી મગનભાઈ કે. પરમારે સમાજના વિકાસમાં સૌને સાથે મળીને જોડાવા અપીલ કરી હતી અને સંસ્થાએ યોજેલ સાત સમૂહલગ્નો અને અન્ય કાર્યક્રમોની માહિતિ આપેલ. સમારંભના અધ્યક્ષશ્રી અને ભરુચ વણકરસમાજના અગ્રણી દાતાશ્રી ધનજીભાઈ એમ. પરમાર (કેસરોલવાળા) સમાજની વાડી માટે પોતાનું યોગદાન આપવાની જાહેરાત કરતા સમાજના વિકાસ માટે હમેશા તત્પર રહેવાની તેમની ઇચ્છાશકિત જણાવેલ. ત્યારબાદ ઉપસ્થીત મહેમાનોના હાથે ભરુચ વણકરસમાજના ૩૦ જેટલા તેજસ્વી તારલાઓને ઇનામી ટ્રોફી અને અનુ.જાતિ સૌરભ દ્વારા સન્માનપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રી અને ભરૂચ જીલ્લા વણકરસમાજના એકમાત્ર IAS અધિકારી શ્રી અશોકભાઈ પરમારે પણ સમાજ અને શિક્ષણ અને વિકાસ માટે હમેશા મદદ કરવા પોતાની તૈયારી બતાવી હતી. શ્રી રાજેન્દ્ર સુતરિયાએ "તેજસ્વી તારલા ઇનામી યોજના" ની જાહેરાત કરતા તેમના પિતાશ્રી ઈશ્વરભાઈ પરમાર તરફથી ૨૫૦૦૦ રુપીયાનો ચેક સંસ્થાના પ્રમુખશ્રી મગનભાઈ કે. પરમારને અર્પણ કર્યો હતો અને આ યોજનામાં સૌને જોડાવા અપીલ કરી હતી. કાર્યક્રમનું સચાલન શ્રી જગદીશ પરમારે અને શ્રી ચીમનભાઈ પરમારે કરેલ અને કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી

સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ - ભરુચ દ્વારા વિવિધ કાર્યક્રમો

શૈક્ષનીક પ્રોત્સાહિત ઇનામ

એસ.એસ.સી, એચ.એસ.સી., ગ્રેજ્યુયેટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ડીપ્લોમાં / ડીગ્રી એન્જીનીયર, માન્ય યુનીવર્સીટીમાં સારા ટકાથી પાસ થયેલા તેજસ્વી તારલાઓને મેરીટ પ્રમાણે પ્રથમ, દ્વિતીય, તૃતીય ઇનામ આપીને સન્માનિત કરવા

જીવનસાથી પસંદગી મેળો

સમાજના નવયુવાન યુવક-યુવતીઓને પોતાના જીવનસાથી તરીકે યોગ્યપાત્રની પસંદગી કરવામાં સહાયરુપ બનવાના આશયથી દર વર્ષે પણ પસંદગી મેળા નું આયોજન .

મૃત્યુ સહાય ફંડ

સમાજમાં આર્થિક રીતે નબળા તથા નિરાધાર હાલતમાં જીવતા કુંટુંબોમાં મૃત્યુ સમયે સહાય પેટે તેમના વારસદારોને રૂપિયા ૨૫૦૦/- સમાજ દ્વારા મદદ થવાનો સદવિચાર આપણા સમાજના અગ્રણી દાતાશ્રી ધનજીભાઈ પરમારે કર્યો જેમાં સમાજના અન્ય દાતાશ્રીઓના યોગદાનથી મુત્યુસહાય ફંડ ઉભું કરેલ છે. આ યોજના નો લાભ અત્યાર સુધી માં ૬ વારસદારોને આપી મદદ કરવામાં આવી છે .અને ભવિષ્ય માં પણ ચાલુ રહેશે

વાડી વિકાસ ફંડ

ભરુચ વણકરસમાજની વાડિ માટે ગુજરાત સરકારશ્રી પાસેથી જરુરી જમીન મેળવવા પ્રયત્નો ચાલુ છે.

 

પ્રેષક / સમાચાર સૌજન્ય :  અશોકભાઇ પરમાર, ભરુચ (મોબાઇલઃ ૦૯૦૯૯૦૧૯૭૭૪)

 

છાસઠ ગામ વણકર સેવા સમાજ દ્વારા ત્રિતિય સ્નેહ સંમેલન

 

છાસઠ ગામ વણકર સેવા સમાજ અને "અનુસુચિત જાતિ સૌરભ" (રાજકોટ) ના પ્રકાશક સંચાલિત અનુસુચિત જાતિ કેળવણી મંડળ દ્વારા ત્રિતિય સ્નેહ સંમેલન સહ ડૉ. બાબા સાહેબ આંબેડકર પુણ્યતિથિ શ્રધ્ધાંજલી કાર્યક્રમ તારીખ ૧૨-ડિસેમ્બર-૨૦૧૦, રવિવારના રોજ ખેડુત હોલ, ખંભાત ખાતે યોજાઇ ગયો.

સદર કાર્યક્રમમાં શ્રી પી.એમ.વિધાર્થી (માજી કલેક્ટર - આણંદ), ડો. રમેશભાઇ મકવાણા (પ્રાધ્યાપક - એસ.પી.યુનિવર્સિટી, વિધાનગર-આણંદ), શ્રી વિ.ટી.વણકર (માજી કાર્યપાલક ઇજનેર - અમદાવાદ), શ્રી દિનેશભાઇ પરમાર (પ્રકાશક અનુસુચિત જાતિ સૌરભ - રાજકોટ), સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અંબાલાલ વણકર, સંસ્થાના પ્રમુખશ્રી આર.ડી.પરમાર તથા સંસ્થાના કારોબારી સભ્યો, સમાજના અગ્રણી આગેવાનો, વડીલો તથા ધોરણ ૮ થી કોલેજમાં અભ્યાસ કરનાર વિધાર્થીમિત્રો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરુઆતમાં શ્રી અંબાલાલ વિરોલકરે શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ મંચ પર ઉપસ્થીત મહાનુભવોએ વિધાર્થીઓને માર્ગદર્શન આપતા સારા શિક્ષણની સાથે વિધાર્થીઓના વ્યક્તિત્વના વિકાસની જરુરીયાત પર પણ ભાર મુક્યો હતો અને શિક્ષણક્ષેત્રે આગળ વધતા વિધાર્થીમિત્રોને સ્મૃતિચિન્હો આપી સન્માનિત કર્યા હતા.

કાર્યક્રમનુ સફળ સંચાલન શ્રી ધિરજભાઇ ચૌહાણ તથા તેમની ટીમે કર્યુ હતુ અને કાર્યક્રમનુ સમાપન તેમજ આભારવિધિ શ્રી કનુભાઇ મકવાણા (નોટરી) દ્વારા કરવામાં આવી હતી.

 
 

વણકરસમાજ વિકાસયાત્રાના બીજા તબક્કામાં ભુજોડી ખાતે બેઠક સમારંભ

 

સમાજના સર્વાંગી વિકાસ અને સામુહિક ચીંતન માટે શ્રી ગાંધીનગર વણકરસમાજ દ્વારા તારીખ ૧૪-૦૩-ર૦૧૦ના રોજ ગાંધીનગર ખાતે આયોજિત વણકરસમાજના રાજય કક્ષાના ઐતિહાસીક અધિવેશનમાં પુર્વ સાંસદશ્રી રતિલાલ વર્માના કન્વીનર પદે રચાયેલ સંસ્થાની રાજ્ય કક્ષાની સંકલન સમિતિનિ દ્વારકા-જામનગરથી શરુ થયેલ વણકરસમાજ વિકાસયાત્રાના બીજા તબક્કામાં તારીખ ૨૪-૦૭-૨૦૧૦ના રોજ સમગ્ર કચ્છ જીલ્લાના વણકર જ્ઞાતિમિત્રો સાથે ભુજોડી ખાતે બેઠક સમારંભ યોજાઇ ગયો. જેમાં ઉપસ્થીત નિવૃત્ત અધિક માહિતિ નિયામકશ્રી ઉમરશિભાઇ પરમારે કચ્છ જીલ્લા અને સમગ્ર ગુજરાતના વણકરોના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવી હતી અને કચ્છ જીલ્લાના વણકરસમાજનુ પ્રતિનિધિત્વ કરતા શ્રી મેઘજીભાઇ વણકર, શ્રી વિશ્રામભાઇ પરમાર, શ્રી પી. સી. ચાવડા, શ્રી રામજીભાઇ બઢીયા, શ્રી નારણભાઇ દાફડા વગેરે મહાનુભવોએ પ્રાસંગીક પ્રવચનમાં કચ્છ જીલ્લાના વણકર જ્ઞાતિમિત્રોની સમસ્યા, સંગઠન, શિક્ષણ વગેરે બાબતોની ઉંડાણથી સમજુતિ આપેલ. અને જણાવેલ કે કચ્છ જીલ્લામાંથી ૨૨ જેટલા વણકર જ્ઞાતિમિત્રોને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળેલ છે જેના માટે સમગ્ર વણકરસમાજ ગર્વ લે છે. ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્ર્વીકરણની સૌથી ખરાબ અસર ગરીબોને થઇ છે તેમ જણાવીને દિવસે-દિવસે મૃતપાય થઇ રહેલ હાથશાળ ઉધોગ વિષે ચિંતા વ્યકત કરેલ.

સમારંભમાં ઉપસ્થીત સંસ્થાના ઉપ-પ્રમુખશ્રી ડિ. એમ. પરમાર, મહામંત્રીશ્રી મુકેશભાઇ ભાંખરીયા અને અન્ય પદાધિકારીઓ સાથે સમારંભના પ્રમુખસ્થાનેથી સંસ્થાની રાજ્યકક્ષાની સંકલન સમિતિના કન્વીનર અને પુર્વ સાંસદશ્રી રતિલાલ વર્માએ સમાજના વિકાસ માટે સંગઠન પાયાની જરુરીયાત છે. જે માટે સંગઠીત બનિ સમાજના પ્રશ્ર્નોને નિરાકરણ સાથે કચ્છ જીલ્લાના વણકરોના કલા-કારીગરીના ઉત્ત્મ નમુનારુપ સાડીયો, શાલો અને અન્ય ઉત્પાદનો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર મળે તે માટે યથાશક્તિ પ્રયત્ન કરવાની ખાતરી આપેલ.

 
 

ગુજરાત વણકર સેવા સમાજના નવા પ્રમુખ તરીકે શ્રી મણીલાલ જેઠાભાઇ વાઘેલાની પસંદગી

 

ગુજરાત વણકર સેવા સમાજ, અમદાવાદના પ્રમુખશ્રી (સ્વ.) રસચંદ્ર પરમારના તારીખ ૦૪-૦૭-૨૦૧૦ના દુઃખદ નિધન બાદ તેમની ખોટ સમાજમાં આપણે સૌ અનુભવીએ જ છીએ. સ્વ. શ્રી રસચંદ્ર પરમારની ચીર વિદાય બાદ સંસ્થાના પ્રમુખપદ માટે સંસ્થાને બહુરત્ન વસુંધરાને ઉજાગર કરે એવા નવા અધ્યક્ષ સાંપડ્યા છે. ગુજરાત વણકર સેવા સમાજ, અમદાવાદના વર્તમાન ઉપ-પ્રમુખ અને વર્ષોથી સમાજકાર્યમાં રત એવા શ્રી મણીલાલ જેઠાભાઇ વાઘેલા સંસ્થાના નવનિયુક્ત પ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના લાલપુર ગામના વતની અને હાલ હિમતનગરમાં સ્થાયી થયેલ શ્રી મણીલાલ જેઠાભાઇ વાઘેલાનુ નામ સમાજમાં એમની અનેકવિધ સામાજિક અને અન્ય જાહેર પ્રવ્રુત્તિઓને કારણે ભાગ્યેજ અજાણ્યું હશે. સીરેમિક ઇંન્ડસ્ટ્રીમાં સફળ ઉધોગકાર એવા સંસ્થાના નવિન પ્રમુખશ્રી મણીલાલ જેઠાભાઇ વાઘેલાની સંઘર્ષ ગાથા એકલા માત્ર વણકરસમાજ માટે જ નહિ, પણ સમગ્ર દલિત, શોષિત સમાજને પ્રેરણારુપ છે. રાજકીય ક્ષેત્રે પણ એટલા જ સક્રિય શ્રી મણીલાલ જેઠાભાઇ વાઘેલા સાબરકાંઠા જીલ્લાના તાલુકા પંચાયતના અધ્યક્ષ, જીલ્લા પંચાયતના સદસ્ય અને વિવિધ સમીતિઓના ચેરમેન રહી ચુક્યા છે. સંસ્થાના હમણાં જ સાકાર થયેલ વિશાળ વણકરભવનને વાતોમાંથી વાસ્તવિક્તામા પલટવામાં અન્ય મહાનુભવો પૈકી શ્રી મણીલાલ જેઠાભાઇ વાઘેલાનો સિંહફાળો છે.

શ્રી મણીલાલ જેઠાભાઇ વાઘેલાને ગુજરાત વણકર સેવા સમાજ, અમદાવાદના પ્રમુખ તરીકે પસંદગી પામવા બદલ સમગ્ર વણકરસમાજ વતી www.VankarSamaj.com ના હ્રદયપુર્વક અભિનંદન.

આદરણીયશ્રી મુલચંદજી રાણાના ઇ-મેલના આધારે

 

વણકરસમાજ વિકાસ યાત્રાનો દ્વારકાથી શુભારંભ

 

શ્રી ગાંધીનગર વણકરસમાજના તારીખ ૧૪-૦૩-૨૦૧૦ના રોજ ગાંધીનગરમાં યોજાયેલ રાજ્યકક્ષાના સંમેલનમાં ગુજરાત રાજ્યના સર્વે જીલ્લાઓના પ્રતિનિધીઓ દ્વારા અને પુર્વ સાંસદશ્રી રતિલાલ વર્માના કન્વીનર પદે રચાયેલ ગુજરાત વણકરસમાજની રાજ્ય કક્ષાની સંકલન સમિતિના પ્રયત્નોથી જામનગર જીલ્લા કક્ષાનુ પ્રથમ સંમેલન તારીખ ૧૪-૦૬-૨૦૧૦ના રોજ દ્વારકા ખાતે યોજવામાં આવેલ. જેમાં સંસ્થાની સંકલન સમિતિના જામનગર જીલ્લાના પ્રતિનિધીશ્રી નારણભાઇ ચાવડા, જામનગર જીલ્લાના વિવિધ તાલુકાના પ્રતિનિધીઓ, જામનગર મ્યુનિસિપલના નગરસેવકશ્રી આનંદભાઇ રાઠોડ, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટશ્રી નરેશભાઇ હાથીયા, કેળવણીકાર ડો. કે.વી.ચાવડા, તાલુકા ન્યાયસમિતિના ચેરમેનશ્રી રમેશભાઇ પારઘી, ઉધોગપતિશ્રી ભીખાલાલ સીંઘવ, શ્રી વસંતલાલ સીંધવ, શ્રી તુલસીભાઇ પરમાર, શ્રી કેશુભાઇ પરમાર, શ્રી માધવજી પરમાર, શ્રી દેવજીભાઇ પંડયા, શ્રી અર્જુનભાઇ રાઠોડ અને સમાજના અન્ય અગ્રણીશ્રીઓ ઉપસ્થીત રહિ શ્રી ગાંધીનગર વણકરસમાજની સંગઠન પ્રવૃત્તિઓને આવકારતા સંસ્થાના સમાજલક્ષી સાર્વત્રીક વિકાસ કાર્યોમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી.

કાર્યક્રમના સમાપનમાં સંસ્થાની સંકલન સમિતિના કન્વીનર અને પુર્વ સાંસદશ્રી રતિલાલ વર્માએ વણકરસમાજને સંગઠીત કરી તેના ઉત્કર્ષ અને પ્રગતિ માટે રાજકારણ અને અન્ય પક્ષપાતોથી પરે કામ કરવાની સમિતિની કટિબધ્ધતા જણાવી હતી અને સંસ્થાની વણકરસમાજ વિકાસ યાત્રાના દ્વારકાથી શુભારંભ પ્રસંગે જામનગર જીલ્લા અને તાલુકા કક્ષાના પતિનિધીઓના સાથ સહકાર માટે આભાર વ્યકત કર્યો હતો.

 
 

ઝાંઝરકામાં ગુરુપુર્ણીમા મહોત્સવ

 

 

ગુરુપદ અનુપમ છે આવા ગુરુપદનુ પુજન અર્ચનનો દિન એટલે “ગુરુપુર્ણીમા”. દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૨૫-જુલાઇ-૨૦૧૦ રવિવાર, અષાઢી પુર્ણીમા ના રોજ ગુરુપુર્ણીમાના શુભ અવસરે સંત સવૈયાનાથ સમાધીસ્થાન ગોકુળપુરી, ગામઃ ઝાંઝરકા, તાઃ ધંધુકા, જીઃ અમદાવાદ ખાતે સાત પેઢીના હરીગુરુ સંતોના પુજન, ભજન સત્સંગ અને પ્રસાદીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.
 

કાર્યક્રમની શરુઆત સવારે ૮ વાગે ઝાંઝરકાના ગાદીપતિ પરમ પુજ્ય મહંતશ્રી શંભુનાથજી મહારાજના કરકમળો દ્વારા સવગુણ સમાધી સ્થાનમાં પુજા-પાઠ અને આશીર્વચન થી થશે અને દિવસ દરમીયાન સંતવાણી ભજન, પાટઉત્સવ, ગુરુબોધ જેવા અન્ય કાર્યક્રમોની સાથે રાત્રે ૧૦ વાગે સંતશ્રી સવગુણ સમાધિ સ્થાન, ઝાંઝરકાની વેબસાઇટ www.SantSavaiyanathDham.org નુ ઉદઘાટન કરવામાં આવશે.

ઝાંઝરકાની ગુરુપુર્ણીમા મહોત્સવની આમંત્રણ પત્રીકામાંથી

 

ગાંઘીનગરમાં રાજય કક્ષાનું વણકરસમાજના અગ્રણી આગેવાનોનું અધીવેશન સંપન્ન

 
 

શ્રી ગાંઘીનગર વણકરસમાજ, ગાંઘીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજયના વણકરસમાજ્ને સગંઠીત કરી "એક સમાજ, ધ્યેય સમાન" ના ઉદ્દેશ સાથે રાજ્યભરના વણકરસમાજના અગ્રણી આગેવાનોનું એક દિવસીય અધીવેશન તારીખ ૧૪-માર્ચ-૨૦૧૦ના રોજ ટાઉનહોલ, સેકટર ૧૭, ગાંધીનગર ખાતે માનનીય પુર્વ સંસદસભ્ય શ્રી રતિલાલ વર્માના અધ્યક્ષપદે યોજાઇ ગયુ જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ વણકરસમાજ પંચો, ગોળ-પરગણાના આગેવાનો તેમજ અન્ય વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

ચિત્રોડ (ભુજ)ના ગાદિપતિ સંતશ્રી આત્મહંસ સાહેબના કરકમળો દ્વારા બાબા સાહેબ આંબેડકર અને ભગવાન શ્રી વિર મેઘમાયાના ફોટા સામે દિપ પ્રગટાવી સમારંભનુ ઉદઘાટન થવા પામ્યુ હતુ. ત્યારબાદ શ્રી ગાંઘીનગર વણકરસમાજ, ગાંઘીનગરના મેનેજીંગ ટ્ર્સ્ટીશ્રી એન. પી. પરમારે સ્વાગત પ્રવચન કર્યુ હતુ અને સંસ્થાના પ્રમુખશ્રી પી. જે. પરમારે સંસ્થાનો પરીચય આપી અધિવેશનનો હેતુ અને ભાવી કાર્યક્ર્મોની રુપરેખા રજુ કરી હતી.

સમારંભના અધ્યક્ષપદે શ્રી રતિલાલ વર્માએ આમંત્રીત સમાજના પ્રતિનિધિઓને વણકરસમાજ સગંઠીત થાય, વ્યસન મુક્ત બને, સમાજમાં શિક્ષણના વિસ્તરણ સાથે આજના આધુનિક જ્ઞાનયુગને અનુરુપ શિક્ષણનુ ધોરણ સુધરે તે માટે થઇ ગામે-ગામે, શહેરે-શહેરે સંમેલનો યોજવા જણાવ્યુ હતુ.

 

સમારંભના અતિથી સ્થાનેથી પુર્વ મંત્રીશ્રી કરશનદાસ સોનેરી, શ્રી કાંતિભાઇ બી. સોલંકિ, શ્રી ઇશ્વરભાઈ મકવાણે ગાંઘીનગરમાં સમગ્ર ગુજરાત રાજ્યના વણકરસમાજના ગૌરવવંતા પ્રતિક સમા "વણકરસમાજ ભવન" ના બાંધકામઅર્થે લોકોને જોડાવા આહવાન કર્યુ હતુ જેના પ્રતિસાદ સ્વરુપે અપ્રતિમ દાનની ગંગા વહેવા પામી હતી.

રાજય સરકારે અન્ય સમાજોને રાહતદરે જાહેર હેતુમાટે જમીન ફાળવેલ છે જેમાં વંચિત રહેલ માત્ર વણકરસમાજને વહેલી તકે જમીન મળી રહે અને જરુર જણાય તો આપણા વિશાળ વણકરસમાજની એક્તાના સરકારશ્રીને દર્શન કરાવવા તેમજ સમગ્ર વણકરસમાજને સંકલિત પ્રવ્રુત્તિઓને વેગ આપવા માનનીય પુર્વ સંસદસભ્યશ્રી રતિલાલ વર્માના કન્વિનરપદે રાજ્યક્ષાની સમિતિ રચવા ઠરાવવામાં આવ્યુ હતુ.

સમારંભમાં ઉપસ્થીત સુપ્રસિધ્ધ ગાયક અને સંગીતકાર શ્રી મહેશ કનોડિયા અને ગુજરાતી ફિલ્મજગતના મિલેનીયમ મેગાસ્ટાર શ્રી નરેશ કનોડિયા, વણકરસમાજના પ્રથમ IPS અધિકારી નિવ્રુત ADG શ્રી રાજન પ્રિયદર્શી અને ઇન્કમટેક્ષ કમિશ્નરશ્રી મહિન મૌર્ય અને અન્ય સચિવકક્ષાના અધિકારીઓ દ્વારા સંસ્થાના ઉપરોક્ત પ્રયત્નોમાં મદદરુપ થવા ખાત્રી આપતા સમાજ સુધારણા અને સમાજ વિકાસ માટેના વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા.

 
 

ચાંદખેડા ખાતે વણકરસમાજનો સમુહલગ્નોત્સવ

 

૭૬ પરગણા - ૪૨ ગામ - ૫ ગોળ વણકરસમાજ સમુહલગ્નોત્સવ સમિતિ દ્વારા તારીખ ૧૫-૦૨-૨૦૦૯ના રોજ ચાંદખેડા (અમદવાદ) ખાતે છઠ્ઠો સમુહલગ્નોત્સવ યોજાઇ ગયો જેમાં કુલ ૧૨ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડિ લગ્નજીવનની શરુઆત કરી હતી. આ સમુહલગ્નોત્સવ સમારોહમાં પ્રમુખસ્થાને ચાંદખેડાના જાણીતા બિલ્ડર અને આગેવાન શ્રી જયંતિભાઇ રુપાભાઇ જાદવ; અતિથિવિશેષ તરીકે કર્મવીર શ્રી ધીરેન્દ્વભાઇ કરશનદાસ પરમાર ઉપસ્થીત રહ્યા હતા. સમારોહના પ્રારંભમાં ૭૬ પરગણા - ૪૨ ગામ - ૫ ગોળ વણકરસમાજ સમુહલગ્નોત્સવ સમિતિના પ્રમુખશ્રી ભીખુભાઇ એન. વણકરે મહેમાનોનુ સ્વાગત કરી, પ્રાસંગીક ઉદબોધન કર્યુ હ્તુ. સમુહલગ્નની વિધિ શાસ્ત્રીશ્રી બળદેવભાઇ શ્રીમાળીએ કરી હતી અને આભાર વિધિ સમુહલગ્નોત્સવ સમિતિના મંત્રીશ્રી બળદેવભાઇ પરમારે કરી હતી અને સમગ્ર કાર્યક્ર્મનુ સફળ સંચાલન શ્રી દિનેશભાઇ પરમાર અને શ્રી મહેન્દ્વકુમાર રાઠોડે કર્યુ હ્તુ.

સમાજ સૌરભ સામયિક (૦૧-૦૩-૨૦૦૯ના અંક) માં પ્રકાશીત માહિતિના આધારે.

 

ધ્રાંગધ્રાઃ ૪૨ ગામના વણકર જ્ઞાતિજનોનુ સ્નેહમીલન

 

ધ્રાંગધ્રા મુકામે તારીખ ૦૮-૦૨-૨૦૦૯ના શ્રી વી. જી. સાંગઠિયાએ સ્વખર્ચે પોતાના નિવાસસ્થાને ધ્રાંગધ્રા-હળવદ (સુરેન્દ્વનગર જીલ્લો) તાલુકાના ૪૨ ગામના વણકર જ્ઞાતિજનોનુ સ્નેહમીલન આયોજીત કરેલ જેમાં ૩૧ ગામના વણકર જ્ઞાતિજનો મોટા પ્રમાણમાં હાજર રહેલ. આ સ્નેહમીલન સમારંભમાં ગરીબમા ગરીબ માણસ મોંઘવારીના આ યુગમાં દીકરા-દીકરીના લગ્ન કરી શકે; મા-બાપની મરણોત્તર વિધિઓ તેમજ અન્ય સામાજીક વ્યવહારો સરળતાથી કરી શકે તેવુ સીધુ, સાદુ અને ઓછુ ખર્ચાળ સમાજનુ બંધારણ તૈયાર કરવા વિચાર - વિમર્શ થયેલ અને વિવિધ ઠરાવોને બહુમતીથી બહાલી આપેલ.

સમાજ સૌરભ સામયિક (૦૧-૦૩-૨૦૦૯ના અંક) માં પ્રકાશીત માહિતિના આધારે.

 

૧૩૫ ગામ પાટણવાડા વણકરસમાજ શૈક્ષણિક ટ્ર્સ્ટ  કારોબારીનુ ચુંટણી પરીણામ

 

૧૩૫ ગામ પાટણવાડ વણકરસમાજ શૈક્ષણિક ટ્ર્સ્ટ; મહેસાણા ખાતે ૦૮-૦૨-૨૦૦૯ના રવિવારે યોજાયેલ કારોબારીની ચુંટ્ણીમાં નીચે મુજબ કુલ સાત હોદ્દેદારોની વર્ષ ૨૦૦૯-૨૦૧૧ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવેલઃ
(૧) પ્રમુખશ્રી પુરષોત્તમભાઇ આર. અઢિયોલ, મોટીદાઉ (ચાંદખેડા)
(૨) ઉપ-પ્રમુખશ્રી રતિલાલ એલ. મકવાણા, વડુ (મહેસાણા)
(૩) ઉપ-પ્રમુખશ્રી મનુભાઇ એસ. મકવાણા, કડી (મહેસાણા)
(૪) મંત્રીશ્રી મંગળભાઇ એમ. સોલંકી, ધાણોધરડા (મહેસાણા)
(૫) ખજાનચી શ્રી મણિલાલ એચ. સોલંકી,  વસાઇ (મહેસાણા)
(૬) સહ-મંત્રીશ્રી પ્રવિણભાઇ એસ. વણકર, ઉંઝા (મહેસાણા)
(૭) સંગઠન-મંત્રીશ્રી દેવજીભાઇ ડી. સોલંકી, સાંપવાડા (મહેસાણા)

સમાજ સૌરભ સામયિક (૦૧-૦૩-૨૦૦૯ના અંક) માં પ્રકાશીત માહિતિના આધારે.

શ્રી ૧૧ ગોળ વણકરસમાજ, વિજાપુરનો સમુહલગ્નોત્સવ

શ્રી ૧૧ ગોળ વણકરસમાજ, વિજાપુરનો પ્રથમ સમુહલગ્નોત્સવ તારીખ ૧૫-૦૨-૨૦૦૯ના રોજ જી. ડી. હાઇસ્કુલ, વિસનગર (જીલ્લોઃ મહેસાણા) ખાતે યોજાઇ ગયો જેમાં ૫૩ યુવક-યુવતિઓએ લગ્નગ્રંથીથી જોડાઇ પ્રભુતામાં પગલા પાડ્યા હ્તા. સમારંભમાં શ્રી શંભુનાથ મહારાજ (મહંતશ્રી સવૈયાનાથ મંદિર, ઝાંઝરકા) અને શ્રી રમણભાઇ વોરા (શીક્ષણમંત્રી, ગુજરાત સરકાર) અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા.

તારીખ ૪-જાન્યુઆરી-૨૦૦૯ના રોજ વડોદરામાં પસંદગી મેળો

તારીખ ૪-જાન્યુઆરી-૨૦૦૯ના રોજ સિધ્ધાર્થ વણકરસમાજ સેવા ટ્રસ્ટ, વડોદરાનો પાંચમો અપરણીત યુવક-યુવતીઓનો પસંદગી મેળો યોજાઇ ગયો જેમાં ૧૦૦-૫૦૦ જેટલા લગ્નોત્સુક યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.

શ્રી છાસઠ ગામ (દંઠાયા) વણકરસમાજ ઉત્કર્ષ સમિતિ: ખંભાતનો વાર્ષીક સમારંભ

તારીખ ૨૧-ડિસેમ્બર-૨૦૦૮ના રોજ પેટલાદ શહેરના ટાઉનહોલ ખાતે શ્રી છાસઠ ગામ વણકરસમાજ ઉત્કર્ષ સમિતિ: ખંભાતનો વાર્ષીક સભા સાથે સ્નેહમીલન સમારંભ યોજાઇ ગયો જેમાં સંસ્થાની આજ સુધીની કામગીરી અને સીધ્ધીઓના અહેવાલરુપ "વર્ષાન્તિકા (વર્ષઃ ૨૦૦૭ - ૨૦૦૮)" નુ સંતરામ મંદિર (કરમસદ) ના મહંત સંતશ્રી મોરારીદાસ મહારાજના હાથે વિમોચન કરવામાં આવ્યુ હતુ. સમારંભમાં અતિથિ વિષેશ તરીકે ગુજરાત વણકર સેવા સમાજ, અમદાવાદના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી. પી. કે. વાલેરા (નિવૃત IAS); ગુજરાત વણકર સેવા સમાજ, આણંદ જીલ્લા એકમના પ્રમુખ શ્રી. એમ. વી. ડાભી; સંસ્થાની આરોગ્યલક્ષી સેવાઓમાં વિશેષ મદદરુપ બનેલ ડો. હર્ષદભાઇ મહેતા તેમજ સંસ્થાના હોદ્દેદારો પ્રમુખશ્રી રમેશભાઇ ડિ. પરમાર; ઉપ-પ્રમુખશ્રી ધીરજભાઇ એન. ચૌહાણ; અંબાલાલ એચ. વિરોલકર વગેરે હાજર રહ્યા હતા.

     
     
 

ગાંધીનગર ખાતે તેજસ્વી તારલાઓનુ સન્માન અને વાર્ષીક સ્નેહમીલન

 

તારીખ ૯-નવેમ્બર-૨૦૦૮ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, સેકટર-૧૨, ગાંધીનગર ખાતે ગાંધીનગર નિવાસી સમસ્ત વણકરસમાજના તેજસ્વી તારલાઓનુ સન્માન અને વાર્ષીક સ્નેહમીલન સાથે સંસ્થાની સામાન્ય સભાનો કાયૅક્રમ થઇ ગયો જેમાં ડો. કરસનદાસ સોનેરી (ગુજરાત રાજયના પૂવૅ શીક્ષણમંત્રી), શ્રી સૈલેશભાઇ પરમાર (અમદાવાદ શહેરના ધારાસભ્ય), શ્રી તુલસીભાઇ ડોડિયા (ગુજરાત વિધાનસભાના સચીવ), શ્રી અશ્ર્વીનભાઇ પરમાર (ગુજરાત સરકારના ઉપસચીવ), શ્રી રમેશભાઇ સોંદરવા (ગુજરાત સરકારના ખેતી વિભાગના નિયામક) તેમજ સંસ્થાના હોદ્દેદારો શ્રી કાંતિભાઇ પરમાર, શ્રી નવિનચંદ્વ સોનેરી, શ્રી ગીરીશભાઇ યાદવ, શ્રી રાજકુમાર આર. મકવાણા વગેરે હાજર રહ્યા હતા.

 

આ સમારંભમાં નેહલબેન જયંતકુમાર પરમાર (ધોરણ ૧૦માં ૯૩.૩૮% ગુણસાથે ગાંધીનગર માં ૯મા સ્થાને આવવા બદલ), અશ્ર્વીનકુમાર એ. પરમાર (ધોરણ ૧૦માં ૯૨.૫૦% ગુણ સાથે પાસ થવા બદલ), ચિરાગકુમાર આર. પરમાર (ધોરણ ૧૦માં ૯૧.૬૯% ગુણ સાથે પાસ થવા બદલ), રાજવંશ કૃતિ રસિકલાલ (ધોરણ ૧૨માં ૯૧.૦૦% ગુણ સાથે પાસ થવા બદલ), વિપુલકુમાર નવિનચંદ્વ સોનેરી (ડોકટર બનવા માટે) સાથે કુલ ૬૧ લોકોને તેઓના ભણતર તેમજ કાયૅક્ષેત્રમાં નોંધપાત્ર સીધ્ધીઓ મેળવવા બદલ સન્માનિત કરાયેલ.

 

Vankar (Orkut) Communityના યુવક-યુવતીઓનુ અમદાવાદ ખાતે સ્નેહમીલન

તારીખ ૨-નવેમ્બર-૨૦૦૮ના રોજ અમદાવાદ અને આસપાસ રહેતા Vankar (Orkut) Communityના યુવક-યુવતીઓના પ્રયત્નોથી દિવાળી અને નવા વષૅ નિમિત્તે અમદાવાદના 'લો ગાડૅન' ખાતે યાદગાર સ્નેહમીલન યોજાઇ ગયો જેમાં વણકરસમાજના હિત માટે થઇ યથાશકિત સક્રિય રહેલ યુવામીત્રો કિરણ ચાવડા, સેજલ ચાવડા, યોગીતા મકવાણા, કિરણ કરોલિયા, ભાવેશ પટેલ, સશીન ચાવડા, ભુમીકા પદમરાજ, મીંલીદ પ્રીયદર્શી વગેરે રસપુવૅક ભાગ લઇ વણકરસમાજને સંગઠીત કરવાના મહાકાયૅમા સુક્ષ્મ કહિ શકાય તેવુ પરંતુ અમુલ્ય યોગદાન આપ્યુ.

 

www.VankarSamaj.com આ સર્વે યુવામીત્રોને તેઓના આ પ્રયત્નબદલ હાર્દિક અભિનંદન પાઠવે છે.

તારીખ: મે ૨૦૦ ના રોજ વડોદરામાં યોજાયેલ સમુહ લગ્નોત્સવ

તારીખ ૦૮-૦૫-૨૦૦૮ના રોજ વડોદરા શહેરના સુભાનપુરા મ્યુનિસીપલ અતિથિગહ ખાતે ગુજરાત વણકર સેવા સમાજ: વડોદરાનો (સાતમો) સમુહલગ્નોત્સવ યોજઇ ગયો જેમાં ૨૩ નવદંપતિઓએ ભાગ લીધો હતો. આ શુભ પ્રસંગે મુંબઇના એડિશનલ ઇન્કમટેકસ કમીશ્નર શ્રી સુશીલકુમાર મધુક અને વડોદરાના એડિશનલ ઇન્કમટેકસ કમીશ્નર શ્રી અભિજીતકુમારે અતિથી વિશેષ તરીકે તેમજ સંસ્થાના હોદેદારો પ્રમુખ શ્રી ચીમનભાઇ સી. ગોહિલ, શ્રી છીતાભાઇ એન. વણકર તેમજ શ્રી ગોરધનભાઇ આયૅ વગેરેએ હાજર રહિ સમારંભને શોભાવ્યો હતો.

ગુજરાત વણકર સેવા સમાજ: વડોદરા સક્રિય કાયૅકતૉઓના અથાગ પ્રયત્નોથી સતત સાત વર્ષોથી સમુહલગ્ન દ્રારા આપણા વણકરસમાજના ઉત્કષૅ માટે કાયૅરત છે જે સમાજના લોકો માટે ઉદાહરીણય છે.

"મહા વીર માયો (પાટણ)" (લેખક: શ્રી મનોજભાઇ રાઠોડ)

તારીખ - ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૮ ના રોજ ડૉ. આંબેડકર ચોક, બાપુનગર, અમદાવાદ ખાતે લેખક શ્રી મનોજભાઇ રાઠોડની લખેલ પુસ્તીકા "મહા વીર માયો (પાટણ)" ની પાટણના સાંસદ શ્રી મહેશકુમાર કનોડિયા અને ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર શ્રી નરેશકુમાર કનોડિયાના શુભહસ્તે યાદગાર વિમોચન વિધિ થઇ ગઇ જેમાં વીર માયા સ્મારક સમિતિના ચેરમેન શ્રી ઝ્વેરભાઇ ચાવડાએ પ્રમુખસ્થાને હાજર રહિ સમારંભને શોભાવ્યો હતો. શ્રી મનોજભાઇ રાઠોડની લખેલ પુસ્તીકા "મહા વીર માયો (પાટણ)" માં લેખકે પાટણ ખાતે સમાજોધ્ધાર માટે શહિદ થયેલ વણકરસમાજના આદિ મુકિતદાતા શ્રી વીર માયા વિષે ઇતિહાસના ઉંડાણભયૉ સંશોધીત તથ્યો પર પ્રકાશ પાડવાનો અને શ્રી વીર માયાને ભાવપુવૅક શ્રધ્ધાંજલી આપવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. ઉપરોકત પુસ્તીકામાં રસ ધરાવનાર વાચકબંધુઓ લેખક શ્રી મનોજભાઇ રાઠોડને સંપકૅ કરી તેમના આ કાયૅમાં પ્રોત્સાહન પુરુ પાડિ શકે.

 

લેખક:

શ્રી મનોજભાઇ રાઠોડ,

૨૪/૫૪૦, 'સી' કોલોની, નરોડા રોડ,

અમદાવાદ - ૩૮૦૦૨૫

(ફોન: ૦૯૨૨૮૫૬૪૬૫૬)

 

આપણા વણકરસમાજનુ ગૌરવ : પ્રવિણભાઇ સોલંકિ

ભારત સરકારની ૨૦૦૩ની સનદી પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજયમાંથી પાસ થયેલ એક માત્ર વ્યકિત અમદાવાદ જિલ્લાના વતની પ્રવિણભાઇ સોલંકિએ આપણા વણકરસમાજનુ ગૌરવ વધાર્યુ છે.

આપ અમારી આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો અને વેબસાઇટ ઉપર મુકાવનારી ડિરેકટરીમાં નામ નોંધાવો અને અન્ય આપણા વણકરસમાજના ભાઇઓને પણ આ વેબસાઇટની જણ કરી આ વેબસાઇટ થકિ આપણા વણકરસમાજના વિકાસમાં સહભાગી બનો તેવિ વિનંતિ.

KEEP VISITING US FOR MORE INFORMATION

© Copyright 2013 www.VankarSamaj.com