www.VankarSamaj.com

By Bharat Dabhi

*** BACK ***

ગુજરાત વણકર સેવા સમાજ

૨૧૦, નંદનવન કોમ્પલેક્ષ, સુભાષબ્રીજ સકૅલ પાસે, અમદાવાદ - ૩૮૦૦૨૭
ફોન: +૯૧૭૯૩૨૯૫૨૨૫૫

સંસ્થાનો પરીચય

સમગ્ર ગુજરાતના વણકર સમાજને ગોળ / પરગણા / ગામ / જીલ્લાઓની સીમાઓ તોડીને સંગઠીત કરી સવૉંગી પ્રગતિની દિશામાં માગૅદશૅક બનવાના મુળભુત હેતુ સાથે રાજયકક્ષાની અને તદ્દન બિનરાજકીય સ્વરુપની સંસ્થા તરીકે ગુજરાત વણકર સેવા સમાજની ઓગષ્ટ ૧૯૯૬માં સ્થાપના કરવામાં આવી.

 

મેનેજીંગ ટ્રસ્ટી

શ્રી. પી. કે. વાલેરા (નિવૃત IAS),
૪, ભાવકુંજ સોસાયટી, રામદેવ નગર, સેટેલાઇટ રોડ, અમદાવાદ
ફોન નંબરઃ ૯૮૨૫૨૯૮૭૬૬

 

 

પ્રમુખ

શ્રી. મણિલાલ વાઘેલા,
સંસ્કાર સોસાયટી, રેલ્વે ક્રોસીંગ પાસે, હિંમતનગર, જીલ્લો: સાબરકાંઠા
ફોન નંબરઃ ૯૮૨૫૦૭૦૭૫૨

 

 

ઉપ-પ્રમુખ

શ્રી. મહિન એન. મોયૅ (IRS),
સી-૦૦૧, શીલાલેખ, શાહિબાગ, અમદાવાદ
ફોન નંબરઃ ૦૭૯ ૨૫૬૨૩૩૫૫

 

 

ઉપ-પ્રમુખ

ડો. જગદીપ વાઘેલા,
૧-એ, જલારામ સોસાયટી, ડોલર એવન્યુ પાસે, જુના પાદરા રોડ, વડોદરા
ફોન નંબરઃ ૯૮૨૫૦૩૧૮૫૦

 

 

મહામંત્રી

શ્રી. અમૃતલાલ એમ. પરમાર
પ્લોટ નંબરઃ ૫૪૫/૧, સેકટર: ૭-બી, ગાંધીનગર
ફોન નંબરઃ ૦૭૯ ૨૩૨૩૫૬૧૯

 

 

મંત્રી

શ્રી. સોમચંદભાઇ એસ. રાઠોડ,
૯, 'પરીશ્રમ', આદિત્ય નગર સોસાયટી, અશોકમીલ સામે, નરોડા રોડ, અમદાવાદ
ફોન નંબરઃ ૯૮૭૯૬૬૯૬૫૦

 

 

મંત્રી

શ્રી. મણિલાલ પુરુષોત્તમ લેઉઆ,
૭/૨૭, ગવૅમેન્ટ 'ઇ' કોલોની, બાપુનગર, અમદાવાદ
ફોન નંબરઃ ૯૮૨૫૪૨૦૭૫૨

 

 

મંત્રી

શ્રી. દેવેન્દ્વભાઇ વમૉ,
૫, મનોકામના ટેનામેન્ટ, ખારાવલા એસ્ટેટ પાસે, ઇસનપુર, અમદાવાદ
ફોન નંબરઃ ૯૮૨૪૦૯૩૦૪૨

 

 

મંત્રી

શ્રી. એન. બી. લકુમ
૨૧/૨૨૯, પરીશ્રમ એપાટૅમેન્ટ, શીવરંજની ચાર રસ્તા પાસે, સેટેલાઇટ રોડ, અમદાવાદ
ફોન નંબરઃ ૯૮૨૫૩૦૬૪૫૪

 

 

ખજાનચી

શ્રી. નરોત્તમભાઇ સી. પરમાર
૭૩, આનંદ નગર, સેકટરઃ ૨૭, ગાંધીનગર - ૩૮૨૦૨૭
ફોન નંબરઃ ૦૭૯ ૨૩૨૨૭૪૫૩

 

 

ઇન્ટરનલ ઓડિટર

શ્રી. બી. એસ. પરમાર
સી-૩, ગણેશ એપાટૅમેન્ટ, સુતરના કારખાના રોડ, નરોડા, અમદાવાદ
ફોન નંબરઃ ૦૭૯ ૬૫૧૨૪૧૧૦

 

 

વડોદરા જીલ્લા એકમ

પ્રમુખશ્રી ગોરધનભાઇ આર્ય
૧૨, ગોવર્ધન કોમ્પ્લેક્ષ, ગોરવા, વડોદરા - ૩૯૦૦૧૬
ફોન નંબરઃ +૯૧૯૪૨૮૫૮૪૩૩૪

 

 

પ્રમુખ: બનાસકાંઠા જીલ્લા એકમ

શ્રી. પી. કે. ડાભી
પાલનપુર
ફોન નંબરઃ ૯૪૨૮૮૪૭૪૯૬

 

 

 

ગુજરાત વણકર સેવા સમાજના ઉદ્દેશો

 • સમગ્ર ગુજરાત રાજયના વણકર સમાજમાં બંધુત્વની ભાવના પેદા કરી આ સંસ્થાના નેજા હેઠળ એકતા સાથે સંગઠનશકિત ઊભી કરવી.

 • સમાજમાં આજના યુગમાં સ્પધૉત્મક બને તેવુ શિક્ષણ આપવા પ્રચાર-પસાર કરવો અને નાંણાકિય સગવડ થતાં શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી.

 • સમાજના બેરોજગાર યુવક યુવતિઓને સ્વરોજગારી મળી રહે તે માટે રોજગારલક્ષી / વ્યવસાયલક્ષી તાલિમી કાયૅક્રમોનુ આયોજન કરવુ.

 • સમાજના આર્થિક કલ્યાણ માટે વેપાર ઉધોગ વ્યવસાય શરુ કરવા માટે જાગૃતિ શિબિર, તાલિમ, પ્રમોશનલ કાયૅક્રમોનુ આયોજન કરવુ.

 • સમાજની યુવાશકિતને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડી સમાજની મૂડિ ઊભી કરવી.

 • મહિલાઓમાં સામાજીક જગૃતિ ઊભી કરી મહિલાઓ માટે ખાસ શિક્ષણ, તાલિમ, સ્વરોજગારલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરી સમાજના સવૉંગી વિકાસમાં ભાગીદાર બનાય તેવુ આયોજન કરવુ.

 • સમાજના વારસાગત હાથશાળ અને હસ્તકલા ઉધોગમાં આધુનિકતા સાથે વિકાસ કરવા આયોજન કરવુ.

 • વિવિધ સહકારી પ્રવૃત્તિઓ મારફત સમાજને આર્થિક વિકાસની પ્રક્રિયામાં જોડવો.

 • સમાજને તંદુરસ્ત અને આરોગ્યપ્રદ બનાવવા વિવિધ કાયૅક્રમોનુ આયોજન કરવુ.

 • વ્યવસનમુકિત, કુરીવાજો વગેરે વિષે સમાજમાં જાગૃતિ લાવી સામાજીક સુધારણા દ્વારા સમાજની સવૉંગી પ્રગતિ, સામુહિક ક્રાંતિ માટે અભિયાન શરુ કરવુ.

 • ગોળ / પરગણાને બદલે સમગ્ર ગુજરાત રાજય અને રાજય બહાર વસતા સમાજના યુવક-યુવતિઓ માટે પસંદગી મેળાઓનુ આયોજન કરવુ તેમજ સમાજને આર્થિક રીતે પરવડે તે માટે રાજયકક્ષાએ તેમજ જિલ્લાઓમાં સમુહલગ્નોનુ આયોજન કરવુ.

 • સમાજને પ્રેરણા મળે તે માટે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ ઉપલબ્ધીઓ કરનાર વ્યકિતઓનુ સન્માન કરવુ.

ગુજરાત વણકર સેવા સમાજે કરેલ કાર્યો

 • સમગ્ર ગુજરાત રાજયમાંથી ૫૦૦૦ ઉપરાંત લોકો સભ્ય બનવા પામ્યા છે જેમા ચાલુ / નિવૃત્ત્ સરકારી અધિકારીઓ, સરકારી કમૅચારીઓ, ડોકટરો, ઇજનેરો, વકિલો, ઉધોગસાહસીકો, વિવિધ સંસ્થાના ઉચ્ચ એકઝ્કીયુટીવો, રચનાત્મક અને કમૅશીલ સામાજીક / રાજકીય કાયૅકરો, શિક્ષણકારો અને સમાજના અન્ય તમામ વર્ગો સામેલ થયેલ છે.

 • સમગ્ર ગુજરાત રાજયમાંના ૮ જિલ્લાઓમાં જિલ્લા યુનિટોની રચના કરવામાં આવી છે. જે જિલ્લા કક્ષાએ વિવિધ કાયૅક્રમોનુ આયોજન કરે છે.

 • ગોળ / પરગણા / ગામ / જીલ્લાઓની હદો વટાવીને સંસ્થાએ યોજેલ ૧૧ જેટલા જીવનસાથી પસંદગી મેળાઓમાં ૩૫૦૦૦થી વધારે યુવક-યુવતિઓ ભાગ લીધેલ છે. આ પસંદગી મેળાઓમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી સમાજના ૧૫૦૦૦ થી વધુ શુભચિંતકોએ ભાગ લીધેલ અને સંસ્થાની દર વર્ષે પ્રકાશીત થતિ પરિચય પુસ્તિકાથી અનેક યુવક-યુવતિઓને પોતાના જીવનસાથીની પસંદગીમાં અમુલ્ય માગૅદશૅન મળેલ છે. સમુહલગ્નોનુ આયોજન પણ કરેલ છે. સમાજની ભાવાત્મક બંધુત્વની ભાવના પેદા કરવાના આ કાયૅક્રમને અકલ્પ્ય સફળતા મળી છે.

 • દર વર્ષે યોજતા નૂતન વષૅ મિલન સમારંભમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી સમાજના શુભચિંતકોએ ભાગ લઇ એકતા અને બંધુત્વના દશૅન કરાવેલ છે.

 • ૧૯૯૮ થી ૨૦૦૨ દરમ્યાન યોજેલ સમાજના સન્માન કાયૅક્રમોમાં વિવિધ મહાનુભવોની ઉપસ્થીતિમાં ૧૫૦૦થી વધુ તેજસ્વી વિધાર્થિઓનુ સન્માન કરી તેમને ઉચ્ચજીવન માટે પ્રોત્સાહિત કરેલ છે.

 • ગુજરાત સરકારે ગુજરાત વણકર સેવા સમાજને NGO તરીકે માન્યતા આપેલ છે જે અંતગૅત ગુજરાત વણકર સેવા સમાજ સરકારના વિકાસ સેવાના કાયૅક્રમો હાથ ધરી શકે છે.

 • UPSC / GPSC દ્વારા Class 1 / Class 2 ની ભરતી માટે લેવાનાર સ્પધૉત્મક પરીક્ષા માટે સમાજના ઉમેદવારોને વિવિધ વિષયના નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થીતિમાં માહિતિ / માગૅદશૅન આપવા સેમીનારનુ આયોજન કરેલ.

 • વિદેશોમાં રોજગારીની તકો અંગે સમાજના યુવક-યુવતિઓ માટે માહિતિ / માગૅદશૅન આપવા સેમીનારનુ આયોજન કરેલ.

 • National Defense Service  ઉપરાંત Pilot / Air Hostess માં ભરતી થવા માટે પ્રાથમીક માહિતિ / માગૅદશૅન આપવા સેમીનારનુ આયોજન કરેલ.

 • ગુજરાત વણકર સેવા સમાજના પ્રચાર-પ્રસાર માટે સમયાંતરે જાગૃતિ સંમેલનોનુ આયોજન કરવામાં આવે છે.

 • સંસ્થા હાથશાળ ઉધોગના વિકાસ માટે સતત ચિંતિત છે અને ખાસ કરીને રાજયની હાથશાળ સહકારી મંડળીઓના પ્રશ્ર્નો માટે સતત ૭ દિવસ સુધી રુબરુ મુલાકત કરી તેમના પ્રશ્ર્નોનુ એક મેમોરેન્ડમ તૈયાર કરીને ગુજરાત સરકારમાં રજુ કરેલ.જે સરકારની વિચારણા હેઠળ છે જેમાં ગુજરાત રાજયની તમામ હાથશાળ સહકારી મંડળીઓની ગુજરાત કક્ષાની એપેક્ષ સંસ્થા બનાવવાનો ઉદ્દેશ છે જેનાથી હાથશાળ ઉધોગને નવચેતન મળશે.

 • અમદાવાદમાં સ્થપાનાર Apparel Park / Handloom Plaza માં જમીનની માંગણી કરેલ છે.

 • ૨૦૦૧માં કચ્છમાં આવેલ ભુકંપથી અસરગ્રસ્ત દલિત સમુદાયના કુટુંબોની રુબરુ મુલાકાત લઇ રાહત સામગ્રીનુ વિતરણ કરેલ.

 • ૨૦૦૨માં થયેલ કોમી રમખાણોમાં અસરગ્રસ્ત દલિત સમુદાયના કુટુંબોને સહાય કરવામાં સંસ્થાએ યથાશકિત યોગદાન આપેલ.

 • ૨૦૦૬માં સુરત અને ધોળકા તાલુકામાં આવેલ પુરના કારણે અસરગ્રસ્ત દલિત સમુદાયના કુટુંબોને અનાજની કીટ, ટુવાલ, નોટબુકો, બેડશીટ, સાડીઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

 • અનુસુચિત જતિ-જનજતિ અત્યાચાર નિવારણ ધારા હેઠળ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના સહયોગથી સંસ્થાએ રાજકોટ, ભરુચ અને સુરેન્દ્વનગર ખાતે રાજયકક્ષાના સેમીનારનુ આયોજન કરેલ.

 • સંસ્થાના હિસાબો Chartered Accountant દ્વારા ઓડિટ કરાવીને દર વર્ષે પ્રસીધ્ધ કરી વાર્ષીક સાધારણ સભામાં રજુ કરી પારદશૅક નાણાંકિય હિસાબો અને વહિવટ આપવાની સંસ્થાની કટિબધ્ધતા પ્રગટ કરેલ છે.

 • સંસ્થાએ ગુજરાત સરકાર પાસે જમીનની માંગણી કરેલ છે જે ઉપલબ્ધ થતાં ગાંધીનગર ખાતે રાજયકક્ષાના "વણકર ભવન સંકુલ" ની સ્થાપના કરવા પ્રયત્નશીલ છે.

ગુજરાત વણકર સેવા સમાજના ઉપરોકત પરીચયથી આપને પ્રતી થશે કે સંસ્થા વણકર સમાજના સવૉંગી વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એક આદશૅ સંગઠિત અને સુખી સમાજની રચના કરવા કટિબધ્ધ અને પ્રયત્નશીલ છે. આ સંસ્થા આપણી સૌની અને વણકર સમાજની પોતાની સંસ્થા છે. આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયત્નો એક સામુહિક ચળવળ બની રહે અને સંસ્થા પોતાના ઉદ્દેશોમાં સફ્ળ થાય તે માટે તન, મન અને ધનથી યથાશકિત યોગદાન આપવા સવૅ વણકર સમાજબંધુઓ આગળ આવે તેવિ નમ્ર વિનંતિ.

 

ગુજરાત વણકર સેવા સમાજ: ૨૦૦૭ ની પરીચય પુસ્તીકામાંથી

 

KEEP VISITING US FOR MORE INFORMATION

© Copyright 2018 www.VankarSamaj.com