www.VankarSamaj.com

By Bharat Dabhi

 

વેબસાઇટના આ વિભાગમાં અમો આપણા વણકરસમાજને લગતા સમાચારો અને અન્ય વિવિધ માહિતિઓ આપવાનો પ્રયત્ન કરીશું

*** BACK TO HOME ***

પાન નંબર - ૨

ગાંધીનગર ખાતે વાહન રેલી અને બિસ્કિટ વિતરણ (14-04-2014)

સાબરકાંઠા – અરવલ્લી જીલ્લા યુવા વણકરસમાજના આગેવાન અને રાષ્ટ્રીય હિત રક્ષક દળના સંયોજક શ્રી હસમુખભાઇ સક્સેનાના પ્રયત્નોથી સમાજ વ્યસન મુક્તિના પંથે બાબા સાહેબના માર્ગદર્શક વિચારોને અનુસરી શિક્ષિત અને સંગઠીત બને તેવા ઉદ્દેશથી ગાંધીનગર ખાતે 14-04-2014 ના રોજ બંધારણના ઘડવૈયા અને યુગપુરુષ ડો.બાબાસાહેબ આંબેડકરની 123 મી જયંતિ નિમિત્તે વિશાળ વાહન રેલીનુ આયોજન કરવામાં આવેલ. જ્યાં 100-200 ઉપરાંતની સંખ્યામાં બાઇક – કાર – ટેમ્પાઓમાં DJ સાથે સંગીતમય ભીમગીતો અને બુદ્દ્ધવંદના સાથે મોટી સંખ્યામાં દલિત મિત્રો જોડાયા હતા. આ વાહન રેલી વહેલી સવારે 8 વાગ્યે ગાંધીનગર ઇન્ફોસીટી ઘ-0 સર્કલથી નિકળી પથિકાશ્રમ અને ઘ-6 સર્કલથી ચ-6 થઇ લગભગ 10 વાગ્યે સચિવાલય સામે આવેલ આંબેડકર પાર્ક સુધી પહોંચેલી. જ્યાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર સાથે વંદન કરી તેઓના અમુલ્ય યોગદાન અને સામાજીક ક્રાંતિકારીના ભગીરથ બલિદાનને લાગણી સભર યાદ કરવામાં આવેલ. આ પ્રસંગે ગાંધીનગર અને આસપાસથી દલિતો સહકુટુંબ વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.. ત્યારબાદ 'ડો.બાબાસાહેબ આંબેડકર ક્રિકેટ કપ ૨૦૧૪' ના આયોજક અને તુરી-બારોટ સમાજના સામાજિક કર્મશીલ શ્રી શૈલેશભાઈ જાદવ અને શ્રી વિશાલભાઈ જાદવના કુટુંબીજનો દ્વારા આ પવિત્ર દિવસે ગાંધીનગર સિવિલ હોસ્પીટલમા ગરીબ દર્દીઓને બિસ્કિટની વહેંચણી કરવામાં આવેલ.

     

 
 

સમસ્ત બોરીચા પરીવાર સંઘ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ (25-03-2014)

મુંબઇ નિવાસી સમસ્ત બોરીચા પરીવાર સંઘ દ્વારા તારીખ 25-03-2014 ના રોજ દામોદર હોલ, લોવર પરેલ, મુંબઇ ખાતે વાર્ષીક સ્નેહ મિલન કાર્યક્રમ રંગે ચંગે અને ઉત્સાહભેર યોજાય ગયો જ્યાં સમાજરત્ન કોકિલ કંઠિલા દક્ષાબેન વેગડાએ ગુજરાતી ગીતોની રમઝટમાં ઉપસ્થીત લોકોને મંત્રમુગ્ધ બનાવીને અનેરુ મનોરંજન કરેલ. ઉપરોક્ત કાર્યક્રમમાં શ્યામજી નાનજી મારવાડી સ્મારક ટ્રસ્ટ, મુંબઇના શ્રી કિશોરભાઇ મારવાડી; ગુડ્ડી વેફર્સ, નવસારીના શ્રી દિપકભાઇ બોરીચા; બોરીચા ગેસ એજન્સી, સુરતના શ્રી સુરેશભાઇ બોરીચા; ઇગતપુરથી શ્રી ગોવિંદભાઇ બોરીચા; મુંબઇ મેઘવાળ પંચાયતના પ્રમુખશ્રી પ્રેમજીભાઇ ગોહિલ, માજી પ્રમુખશ્રી જેસીંગભાઇ પડાયા અને અન્ય હોદ્દેદારો; અખીલ ભારતીય મેઘવાળ સમાજ મેરેજ બ્યુરોના સંસ્થાપકશ્રી જેસીંગભાઇ બોરીચા વગેરે સમાજ આગેવાનો ઉપસ્થીત રહેલ.

 

કાર્યક્રમનુ સુંદર આયોજન ઝરણા ઇવેન્ટસના શ્રી જીતુભાઇ બોરીચા તેમજ સમસ્ત બોરીચા પરીવાર સંઘના પ્રમુખશ્રી સુનિલભાઇ બોરીચા અને તેઓની ટીમે પ્રસંશનીય રીતે સંભાળેલ.

 

મહિપતરામ આશ્રમ વિરુધ્ધ જોરદાર દેખાવો (24-03-2014)

તારીખ 20-03-2014 ના રોજ દિવ્ય ભાસ્કર છાપામાં પ્રકાશીત અમદાવાદ ખાતેના મહિપતરામ રુપરામ આશ્રમના હિંદુ સમાજની મનુસ્મૃતિ માનસિકતાને દર્શાવતા સમાચાર કે જ્યાં ઠોઠ / કદરુપા અનાથ બાળકોને દલિત ઓળખાણ અને દેખાવડા / હોશીયાર અનાથ બાળકોને ઉચ્ચ જ્ઞાતિનિ ઓળખાણ આપવામાં આવે છે, તેના વિરોધમાં તારીખ 24-03-2014 ના રોજ આપણા વણકરસમાજના પુર્વ સંસદસભ્યશ્રી રતિલાલ વર્માના સુપુત્રશ્રી દેવેન વર્માની આગેવાનીમાં સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા વણકરસમાજના આગેવાનશ્રી હસમુખભાઇ સેક્સના અને અન્ય સમાજમિત્રો દ્વારા જવલંત વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ સાથે અમદાવાદ જીલ્લા કલેક્ટર અને સમાજ સુરક્ષા વિભાગના નિયામકને આવેદન પત્ર આપી આ પ્રકારની Indirect Atrocity અંગે અસરકારક પગલા લેવા જણાવેલ.

 

મુંબઇ નિવાસી મારવાડી પરીવાર સાથે પરીચય અને સ્નેહ મિલન (08-03-2014)

મુંબઇ નિવાસી સુવિખ્યાત સમાજસેવક (સ્વ.) શ્રી શ્યામજી નાનજી મારવાડીના પરિવાર સાથે એક પરીચય અને સ્નેહ મિલન તારીખ 08-03-2014 ના રોજ શ્રી ભરતભાઇ મારવાડીના પ્રયત્નોથી તેમના બહેન સ્વ. દિવ્યાબેનના શ્યામજીભાઇ મારવાડીના અમદાવાદ નિવાસસ્થાને યોજાઇ ગયેલ.
 

જ્યાં મુંબઇથી પધારેલ (સ્વ.) શ્રી શ્યામજી નાનજી મારવાડીના સુપુત્રોશ્રી હર્ષદભાઇ મારવાડી; શ્રી કિશોરભાઇ મારવાડી; શ્રી ભરતભાઇ મારવાડી અને તેઓના પરીવાર સહિત સામાજિક કર્મશીલો શ્રી મુળચંદભાઇ રાણા (ગુજરાત જાહેર સેવા આયોગના પુર્વ સદસ્ય); સાબરમતિ જેલ, અમદાવાદના જેલર શ્રી ધીરુભાઇ કે. પરમાર; ગીતા મંદિર - અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર જીલ્લા વણકરસમાજના આગેવાનશ્રી મહેન્દ્રભાઇ મકવાણા; ગાંધીનગર વણકરસમાજના કાર્યકરશ્રી બાબુભાઇ પરમાર; ડો. કિર્તિ યાદવ; સાબરકાંઠા - અરવલ્લી જીલ્લા વણકરસમાજના આગેવાનશ્રી હસમુખભાઇ સક્સેના; વડોદરાથી પધારેલ વણકર ફાઉન્ડેશનના શ્રી મિતેષભાઇ ચાવડા; ભાવનગરથી પધારેલ સામાજીક વિષયના અભ્યાસુશ્રી મુકેશભાઇ ચાવડા; પાલનપુરથી પધારેલ "સમાજદીપ" સામયીકના પ્રકાશકશ્રી દિનેશભાઇ પરમાર અને તેમના સાથી શ્રી કે. ડી. વિહોંલ; પાટણથી પધારેલ શ્રી હરેશભાઇ મકવાણા; વડોદરા / મુંબઇથી પધારેલ www.VankarSamaj.com ના પ્રણેતા શ્રી ભરતભાઇ ડાભી વગેરે મિત્રો ઉપસ્થીત રહેલ.
 

શ્રી ભરતભાઇ ડાભીએ મુલાકાતની પ્રારંભીક પ્રસ્તાવના રજુ કરી ઉપસ્થીત મિત્રોનો પરસ્પર પરીચય કરાવેલ. શ્રી કિશોરભાઇ મારવાડીએ ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનસ્પર્શી કેટલાંક ખાસ ઉજાગર નહિ થયેલ સંસ્મરણો યાદ કરી મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં આંબેડકર નિષ્ઠા વધુ બળવત્તર જણાયાનો ઉલ્લેખ કરેલ જેના બાદ વિચારો-ચર્ચાએ જોર પકડતા ઉપસ્થીત તમામ સમાજ મિત્રોએ પોતાના સમાજલક્ષી મંતવ્યો રજુ કર્યા હતા સાથે સૌએ સામંત નાનજી મારવાડી અને શ્યામજી નાનજી મારવાડીની દેશ અને સમાજસેવાના સાક્ષીરુપ અત્રે ઉપલબ્ધ 150 વર્ષનુ દુર્લભ સાહિત્યનુ અવલોકન કર્યું હતુ.
 

ઝડપભેર ઉભરી રહેલ સામાયિક "સમાજદીપ" ના શ્રી દિનેશભાઇ પરમારે પ્રવર્તમાન સમાજસ્થિતિનો ચિતાર રજુ કરેલ. સુરેન્દ્રનગર જીલ્લામાં ખુબ જ પ્રશંસનીય સામાજિક કામગીરી કરનાર શ્રી મહેન્દ્રભાઇએ સમાજને જોડવાની દિશામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અન્ય અનેક મિત્રોએ અસ્પ્રુશ્યતાના બદલાયેલા સ્વરુપો સાથે સમાજ પર થતા પ્રહારોની વાત કરી હતી. શ્રી ભરતભાઇ મારવાડીએ ચેનપુરના શ્રી વિનુભાઇ પરમારના પ્રયત્નોથી જુનાગઢમાં આકાર પામી રહેલ અને 14-04-2014 થી પ્રારંભ થનાર શિક્ષણ સંકુલની રસપ્રદ માહિતી આપી હતી. યુનિયન બેંકના નિવ્રુત્ત સીનીયર અધિકારી શ્રીમતી મંજુલાબેન કિશોરભાઇ મારવાડીએ સમાજિક વિષમતાના કારણે થયેલા કેટલાક અનુભવોની રસપ્રદ વાત કરી હતી. શ્રી હસમુખભાઇ સક્સેનાએ વેરવિખેર સમાજ પરત્વે પોતાની જોશીલી શૈલીમાં વ્યથા વ્યક્ત કરતા સાથે મળી કંઇક રચનાત્મક પ્રદાન અર્થે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. શ્રી મુળચંદ રાણાએ ભુતકાળના દલિત આંદોલનોની પૃષ્ટભુમિકા રજુ કરી આજે રાષ્ટ્રીય ફલક પર બદલાતી સામાજીક - રાજકીય પરિસ્થીતિના પરીણામ રુપ સમાજ પર આગામી સમયમાં અનામત સહિત અન્ય અનેક આવનારા પડકારોની વાત કરી હતી. આ બધા જ મિત્રોને અહિં એક તાંતણે જોડનાર www.VankarSamaj.com ના પ્રણેતા અને સોશીયલ મીડીયામાં પ્રશંસનીય કામગીરી કરનાર કોમ્પ્યુટર એન્જીનિયર શ્રી ભરતભાઇ ડાભીએ પ્રાસંગિક વિચારો વ્યક્ત કર્યા હતા.
 

મારવાડી પરિવારના સ્વજનોએ આવનાર દરેક કર્મશીલનું પુષ્પગુચ્છથી ઉમળકાભેર સ્વાગત કર્યું હતુ. શ્રી કિશોરભાઇ મારવાડીએ આભારદર્શન સાથે નિયમિત આ રીતે મળી ગુજરાતમાં સમાજસેવાની નેમ વ્યક્ત કરેલ.

 
 

શ્રી જસવંતભાઇ પી. મકવાણાને વણાટકામ માટૅ રાષ્ટ્રીય એવોર્ડ

સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના નાનકડા રામપરા ગામમાં વસતા અને પેઢી દર પેઢી વણાટનું કામ કરતા શ્રી પોપટભાઈ મકવાણાએ સપનેય વિચાર્યુ નહીં હોય કે તેમની સાળનો ખાડો એક દિવસ દેશભરમાં તેમનુ નામ રોશન કરાવશે. પોપટભાઈના દિકરા શ્રી જસવંતભાઈ મકવાણાને ખાદી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા બદલ ખાદી ગ્રામોધોગ અંગેના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગ વિકાસ મંત્રાલય તરફ્થી વર્ષ 2012-2013 માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનીત કરવામાં આવેલ છે.

 

આજે પરંપરાગત ધંધામાંથી બીજા વ્યવસાયમાં જવાનું ચલણ વધ્યું છે, ત્યારે વણકરસમાજના પૈત્રુક વ્યવસાયમાં સતત 13 વર્ષથી ઉત્તરોત્તર ઉત્ક્રુષ્ટ કામગીરી કરતા શ્રી જસવંતભાઈએ વર્ષ 2012-2013 માં અંદાજે 9,00,000 રુપિયાના ખાદીના વસ્ત્રોનું ઉત્પાદન કરેલ, જે એક વ્યક્તિગત રીતે કરવામાં આવેલ મોટુ યોગદાન છે. આ સિધ્ધી બદલ જસવંતભાઈને રાષ્ટ્રીય કક્ષાએ ઉપરોક્ત પુરસ્કારથી સન્માનીત કરવામાં આવેલ છે. ૪૧ વર્ષનાશ્રી જસવંતભાઈ મકવાણા જેવા યુવાનો આપણા વણકર વ્યવસાય ક્ષેત્રે આ રીતે રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર મેળવે તે સમાજ, ગુજરાત અને દેશના સર્વે વણકરો માટે ગૌરવપ્રદ ઘટના છે. શ્રી જસવંત ભાઈ મકવાણાને સમગ્ર વણકરસમાજ વતી www.VankarSamaj.com ના ખુબ ખુબ અભિનંદન

સમાચાર સૌજન્યઃ શ્રી મહેન્દ્રભાઈ મકવાણા (મોબાઇલઃ +919924794537)
 

મહેસાણા ખાતે યોજાયેલ જીવનસાથી પસંદગી મેળો (02-03-2014)

વણકર ફાઉન્ડેશન (મહેસાણા એકમ) દ્વારા વણકરસમાજના યુવક-યુવતિઓનો જીવનસાથી પસંદગી મેળો તારીખ 02-03-2014, ૨વિવારના રોજ 135 ગામ પાટણવાડા વણકરસમાજ શૈક્ષણીક ટ્રસ્ટ સંચાલિત સિધ્ધાર્થ વિધાલય, સોમનાથ રોડ, મહેસાણા ખાતે યોજાઇ ગયો જેમાં અધ્યક્ષ તરીકે શ્રી મિતેશભાઇ ચાવડા અને ઉધ્ઘાટક તરીકે શ્રી ત્રિભોવનદાસ આર. સોલંકિ; મુખ્ય અતિથિ તરીકે શ્રી કાંતિભાઇ આઇ. પરમાર ઉપરાંત આમંત્રીત મહેમાનોમાં સાબરકાંઠા – અરવલ્લી જીલ્લા યુવા વણકરસમાજના આગેવાન શ્રી હસમુખભાઇ સક્સેના અને પાલનપુરથી પ્રકાશીત વણકરસમાજના સામયીક સમાજદિપના પ્રકાશકશ્રી દિનેશભાઇ પરમાર તથા શ્રી લલિતભાઇ મકવાણા; શ્રી કિશોરભાઇ ડિ. સોલંકિ; શ્રી રમેશભાઇ સી. મકવાણા; શ્રી પી.ડિ.સુતરીયા; શ્રી કિરિટભાઇ જે. ચૌહાણ; શ્રી પ્રવીણકુમાર એસ. પરમાર; શ્રી વિનોદકુમાર એસ. સોલંકી; શ્રી હરજીવનભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થીત રહેલ.
 

જીવનસાથી પસંદગી મેળામાં નામ નોંધાવેલ 64 યુવતિઓ અને 248 યુવકોમાંથી 150 ઉપરાંતના ઉમેદવારો હાજર રહેલા અને પોતાનો પરીચય આપી પસંદગીના પાત્ર અંગે જણાવેલ.
 

ઉપરોક્ત કાય્રક્રમના સફળ આયોજન અને સંચાલનમાં વણકર ફાઉન્ડેશન (મહેસાણા એકમ) ના હોદ્દેદારો જીલ્લા સંચાલકશ્રી રાજુલભાઇ કાપડિયા (મોબાઇલ+919727785972); પ્રમુખશ્રી પિયુષભાઇ કે. સોલંકી; ઉપ-પ્રમુખશ્રી અનિલભાઈ એમ . ડોડીયા; ઉપ-પ્રમુખશ્રી જીતેન્દ્ર સી. સોલંકી; મંત્રીશ્રી મનીષ કે. મહીયલ; સહમંત્રીશ્રી નરેશભાઈ એસ. સોલંકી; હિસાબનીશશ્રી પ્રવીણભાઈ આઈ. પરમાર અને કાર્યકરો શ્રી હર્ષદકુમાર સી. રાઠોડ; શ્રી કિરણ આર. પરમાર; શ્રી દિલીપભાઈ ટી. પરમાર; શ્રી નયન એસ. મકવાણા; શ્રી અશોક એ. પરમાર; શ્રી અરવિંદભાઈ ડી. ભાંખરીયા; શ્રી વિષ્ણુભાઈ જે. રાઠોડ; શ્રી કલ્પેશ જે. મકવાણા; શ્રી નીતિનભાઈ એમ. પરમાર; શ્રી દિલીપ આર મકવાણા; શ્રી મહેન્દ્રભાઈ વી. પરમાર; શ્રી સુભાષભાઈ એમ મકવાણા; શ્રી કૌશિકભાઇ પી. સોલંકી; શ્રી કિરીટભાઇ આર. સોલંકી; શ્રી સુરેશભાઈ જે. ચૌહાણ વગેરએ પ્રશંસનીય સેવા આપેલ. તેમજ કાર્યક્રમના આયોજનમાં ભોજન માટે શ્રી કાન્તીભાઈ આર. પરમાર; પુસ્તીકા માટે શ્રી ત્રિભોવનદાસ આર. સોલંકી; મંડપ માટે શ્રી સુરેશભાઇ જે. ચૌહાણ; સાઉન્ડ સિસ્ટમ માટે શ્રી વિનોદભાઇ એમ. સોલંકી તરફથી મળેલ આર્થીક મદદથી કાર્યક્રમ સુઃખદ રીતે આયોજીત થયેલ.

 

કપડવંજ ખાતે શંભુનાથ મહારાજનો સન્માન સમારંભ (23-02-2014)

વણકરસમાજના અધિક કલેકટર અને GSRTC ના જનરલ મેનેજરશ્રી ડો. ડિ.ડિ.કાપડિયા અને સાબરકાંઠા - અરવલ્લી જીલ્લા યુવા વણકરસમાજના આગેવાનશ્રી હસમુખભાઇ સક્સેનાજીના પ્રયત્નોથી બાવીસા-ચોવીસા વણકરસમાજ; બાયડ તાલુકા વણકરસમાજ સેવા ટ્રસ્ટ; દસગામ વણકર યુવા સંગઠન, મોડાસા; સવાસો વણકરસમાજ છાત્રાલય, કપડવંજના શ્રી મુકેશભાઇ પરમાર; રાજવી પેટ્રોલિયમ અને હરસીધ્ધી ગેસ એજન્સી, કપડવંજના શ્રી જીતેન્દ્રભાઇ કાપડિયા; શ્રી ઘનજીભાઇ વણકર (પિરોજપુર); કપડવંજના શ્રી અશ્વીન સોનેરી (નોટરી – એડવોકેટ); ગાંધીનગરના શ્રી અશોક સોનેરી વગેરે દ્વારા ગુજરાતના સમગ્ર દલિત સમુદાયના પ્રતિનિધિત્વ રુપે પરમ પુજ્ય સંતશ્રી સવગુણ મંદિર, ઝાંઝરકાના માનનીય ગાદિપતી મહંતશ્રી શંભુનાથજી મહારાજની રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્તિના આનંદ પ્રસંગે બાપુનો સન્માન સમારંભ તારીખ ૨૩-૦૨-૨૦૧૪, રવિવારના રોજ રાજવી પેટ્રોલિયમ, ડાકોર રોડ, કપડવંજ ખાતે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી રમણલાલ વોરા; પુર્વ મંત્રીશ્રી ડો. કરશનદાસ સોનેરી; સોજીત્રાના પુર્વ ધારાસભ્યશ્રી અંબાલાલ રોહિત; કપડવંજ વિસ્તારના પુર્વ ધારાસભ્યશ્રી મણીભાઇ પટેલ; કપડવંજ નગરપાલીકાના પ્રમુખશ્રી ગોપાલભાઇ શાહ; કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નિતિનભાઇ રાવજીભાઇ પટેલ; સામાજીક ન્યાય સમિતિ - કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિનેશભાઇ પરાગભાઇ વણકર અને આમંત્રીત મહેમાનોની ઉપસ્થીતિમા ઉલ્હાસભેર યોજાઇ ગયો.


ઉપરોક્ત કાર્ય્રક્રમમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના દુર-સુદર વિસ્તારોમાંથી પાંચ હજારથી પણ વધુ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટેલ. ઉપસ્થીત સૌ લોકોએ શિસ્તબધ્ધ રીતે બાપુશ્રીનુ ફુલહારથી, શાલ ઓઢાડિ અને મોમેન્ટો આપી સન્માન કરેલ અને બાપુના આશીર્વચન મેળવેલ. બાયડના શ્રી દેવચંદભાઇ પરમારે પોતાની ચિત્રકળાના પ્રતિકરુપ બાપુનુ હસ્તચિત્ર ભેટ કરી અનેરુ સન્માન કરેલ. કાય્રકમમાં ઉપસ્થીત માનનીય મંત્રીશ્રી રમણલાલ વોરા; પુર્વ મંત્રીશ્રી ડો. કરશનદાસ સોનેરી અને પુર્વ ધારાસભ્યશ્રી મણીભાઇ પટેલ વગેરેએ પ્રાસંગીક પ્રવચન કરતા રાજ્યસભાના પદ સાથે ગુજરાતના વણકરસમાજ સહિત અન્ય દલિત સમુદાયની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી ધર્મદંડ સાથે રાજદંડની બેવડી જવાબદારીઓ બાપુશ્રી કુશળતાથી પુરી કરેવા તેવી શુભેચ્છા પાઠવેલ. શંભુનાથજીએ લોકોના અભિવાદનને સહર્ષ સ્વીકારતા રાજ્યસભાના સાંસદ તરીકેની તેઓની ફરજો અને જવાબદારીઓનો ચિતાર આપી ઉપસ્થીત વણકરસમાજ સહિત સમગ્ર દલિત સમુદાયને આગામી સમયમાં આવોજ સાથ સહકાર મળે તેવી અભીલાષા વ્યક્ત કરી પુજ્ય સંતશ્રી બળદેવદાસ બાપુને યાદ કરેલ.


કાય્રક્રમના અંતે આયોજક શ્રી હસમુખભાઇ સક્સેનાજીએ આ કાર્યક્રમના આયોજનમાં દાનરુપે આર્થીક સહાય કરનાર વાતસલ્ય ચાઇલ્ડ કિલિનિક, બાલાશિનોર; શ્રી ઘનશ્યામ સેવા ટ્રસ્ટ, બાલાશિનોર; અધ્યાપક મંડળ, કપડવંજ; ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, કપડવંજ; પતંજલી યોગ સમિતિ, કપડવંજ; શ્રી રામપ્રકાશ સેવા આશ્રમ, કપડવંજ; શ્રી ચંડિ ચામુંડા માતા અને રામદેવપીર મંદિર, ડેમાઇ; નવદિપ અને આકાશગંગા સોસાયટીના મહિલા મંડળો; ગોલ્ડન પ્લાઝાના શ્રી અશોક માહ્યાવંશી; કૃષ્ણા બંગલોઝ અને ડેવલોપર્સ, કપડવંજ સહિત અન્ય રોહિત સમાજ, ગરો બ્રાહમણ સમાજ, વાલ્મિકિ સમાજની સંસ્થાઓનો આભાર વ્યક્ત કરેલ અને સમારંભના આયોજનમાં સવિષેશ ભાગ-દોડ કરી કાર્યક્રમને સફળ બનાવનાર યુવા મિત્રો અને રાષ્ટ્રીય હિત રક્ષક દળના શ્રી જયેશ પ્રણામી, શ્રી મુકેશ રાઠોડ, શ્રી અરવિંદભાઇ, શ્રી અશ્વીન પટેલ વગેરેને તેઓની સેવા બદલ બિરદાવેલ. કાય્રકમના સમાપન બાદ પધારેલ સૌ મિત્રો લાડુ પ્રસાદ અને સ્મૃતિભોજન સાથે વિખુટા પડેલ.

 

ભરતભાઇ મારવાડી (મુંબઇ) નો સમાજ સંકલન પ્રયત્ન (09-02-2014)

મુંબઇ નિવાસી સમાજ મિત્રશ્રી ભરતભાઇ એસ. મારવાડિએ વણકરસમાજમાં સંપર્કવર્તુળ વિકસે અને લોકો એક-બીજા સાથે પરીચિત બને તેવા ઉમદા હેતુથી તેઓના અમદાવાદ નિવાસ સ્થાને સ્વખર્ચે એક નાના GET TOGETHER (સ્નેહમિલન) નો કાર્યક્રમ તારીખ ૦૯-૦૨-૨૦૧૪ના રોજ યોજેલ. જ્યાં વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલ સમાજબંધુઓ અને હિતચિંતક એવા શ્રી મુલચંદભાઇ રાણા (પુર્વ સભ્ય GPSC); ડો. પી.જી.જ્યોતિકર (આંબેડકર વિષયના સંશોધક અને સમાજ આગેવાન); સમાજના ભામા'શાશ્રી વિનુભાઇ પરમાર (ચેનપુર); શ્રી ભરતભાઇ પરમાર (આગેવાન, 52 ગામ હવેલી પરગણા વણકરસમાજ); શ્રી જનેશભાઇ બઢિયા (મહાત્મા ગાંધીના વણાટ ગુરુ રામજીભાઇ બઢિયાના કુટુંબીજન); શ્રી કે.કે.ચાવડા (પુર્વ ઉધોગ કમિશ્ર્નર) વગેરે મળેલ અને વિવિધ સમાજલક્ષી વિષયો પર ચર્ચા વિચારણા કરેલ.

ડો. પી.જી.જ્યોતિકર - શ્રી ભરતભાઇ મારવાડી

સમાજના ભામા'શા

શ્રી વિનુભાઇ પરમાર - શ્રી ભરતભાઇ મારવાડી

શ્રી મુલચંદભાઇ રાણા - શ્રી ભરતભાઇ મારવાડી

 

શ્રી ભરતભાઇ "શામજી નાનજી મારવાડી મેમોરીયલ ટ્રસ્ટ, મુંબઇ" દ્વારા વિવિધ સામાજીક સેવાઓ સાથે સંકળાયેલ છે તેમજ તેઓના પિતાશ્રી શામજીભાઇ મારવાડિ અને કાકા શ્રી સામંતભાઇ મારવાડિની સામાજીક પ્રવૃત્તિઓનો એક પ્રશંસનિય અને નોંધપાત્ર ઇતિહાસ છે.

 

ચાંદખેડા (અમદાવાદ) ખાતે "વિરમાયા શોભાયાત્રા" (06-02-2014)

વિરમાયા મહોત્સવ સમિતિ, ચાંદખેડા, અમદાવાદ દ્વારા ચાંદખેડા વિસ્તારના સર્વ વણકર સમાજમિત્રોમાં ગોળ-પરગણાવાદ નાબુદ થાય અને રાજકારણની અલગ રહિ વણકરસમાજમાં આત્મસન્માન સાથે એક્તા અને ભાઇચારાની ભાવના થાય તેવા ઉદ્દેશથી તારીખ ૦૬-૦૨-૨૦૧૪ ના રોજ માયા સાતમના અવસરે "વિરમાયા શોભાયાત્રા" નુ આયોજન કરવામાં આવેલ.
 

સમ્રાટ સિધ્ધરાજ સોલંકિના પાટણની પ્રજા જશમા ઓડણના શ્રાપથી પાણી વગર તરફડતી હતી ત્યારે હાલ ધોળકા પાસે આવેલ રનોડા ગામના વણકરવીર મેઘમાયા નામના ૩૨ લક્ષણા પુરુષે વિક્રમ સંવત ૧૧૪૯ના મહાસુદ - સાતમના રોજ પોતાના દેહનુ બલિદાન આપી સમગ્ર માનવા જાતિ સહિત પશુ-પંખી વેગેરે જીવોને ઉગારેલ જેની માટે રાજા તરફથી સમગ્ર દલિત સમાજ માટે સ્વમાનભેર જીવવાના હક્કોની માંગણી કરી ભારત ઇતિહાસના સર્વપ્રથમ મુક્તિદાતા બનેલ.  "વિરમાયા શોભાયાત્રા" સવારના આઠ વાગ્યે પીપળેશ્વર મહાદેવ મંદિર, શાંતિકુંજ-કેશવકુંજ સોસાયટીથી શરુ થઇ IOC રોડ પરની સોસાયટીઓ, સ્નેહ પ્લાઝા રોડ પરની સોસાયટીઓ, શ્યામ સારથી બંગ્લોઝ થઇ, હાઇવે, પુર્વ વિભાગની સોસાયટીઓ સમર્થ, કવિશા, તિર્થભુમી વેગેરે થઇ ગુજરાત હાઉસીંગ બોર્ડ વસાહત, આશીષ ગોપાલ સોસાયટી ફરી સાંજે પાંચ વાગ્યે પરત આવેલ. આ વિરમાયા શોભાયાત્રામાં રથ, સાઉન્ડ, ઉંટગાડિઓ, મહિલા ભજન મંડળો તથા અબાલ વૃધ્ધ સ્ત્રીઓ, પુરુષો, બાળકો મોટી સંખ્યામાં ઉમળકાભેર જોડાયેલ. અને જ્યાં જ્યા યાત્રા પસાર થયેલ ત્યાંના વણકર સમાજબંધુઓએ ઉત્સાહપુર્વક આનંદવિભોર બની અબીલ ગુલાલના છાંટણા કરી શોભાયાત્રાનુ ભવ્ય સ્વાગત કરેલ.

 

ચાંદખેડા નિવાસી ૪૨ પરગણા વણકરસમાજ દ્વારા ડિરેકટરીનુ વિમોચન (26-01-2014)

ચાંદખેડા (અમદાવાદ) નિવાસી ૪૨ પરગણા વણકરસમાજ દ્વારા તારીખ ૨૬-૦૧-૨૦૧૪, રવિવારના રોજ સમાજબંધુઓની ડિરેકટરીનુ વિમોચન કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો જેમા અધ્યક્ષ સ્થાને ડૉ. પ્રભાકર; શ્રી મુલચંદભાઇ રાણા વગેરે ઉપરાંત બે હજારથી વધુ જ્ઞાતિમિત્રો ઉપસ્થીત . રહેલ. આ સમારંભમાં સમાજના વડિલોનુ શાલ ઓઢાડિ સન્માન કરવામાં આવેલ તેમજ અભ્યાસમાં તેજસ્વી વિધાર્થીમિત્રોને STUDY KIT આપવામાં આવેલ. કાર્ય્રકમના અંતે સ્મૃતિ ભોજન લઇ સૌ એક-બીજાને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવતા છુટા પડેલ.

ઉપરોક્ત કાર્યક્રમના આયોજનમાં શ્રી પરેશભાઇ રાણા (મોબાઇલઃ +919978912305); શ્રી વિનોદભાઇ પરમાર (મોબાઇલઃ +918980817244); શ્રી સુરેશભાઇ દિવાન (મોબાઇલઃ +919979107498); શ્રી નરેશભાઇ દિવાન (મોબાઇલઃ +919898248129); શ્રી ભરતભાઇ અણીકર (મોબાઇલઃ +919375407080); શ્રી મહેશભાઇ મકવાણા (મોબાઇલઃ +919879005411); શ્રી નરેન્દ્રભાઇ મકવાણા (મોબાઇલઃ +919624093125); શ્રી અમૃત્તભાઇ પરમાર (મોબાઇલઃ +919978902522); શ્રી રજનીકાંતભાઇ પરમાર (મોબાઇલઃ +918347612343) વગેરેએ પ્રશંસનીય સેવા બજાવેલ.

 

ગુજરાતના દલિત ઉધોગ સાહસિકોને સંગઠિત કરવા પહેલ (19-01-2014)

ગુજરાતમાં દલિત ઉધોગસાહસિકોને સંગઠિત કરવા અગાઉ તારીખ ૧૭-૧૧-૨૦૧૩ના રોજ મળેલ બેઠકના અનુસંધાનમાં તારીખ ૧૯-૦૧-૨૦૧૪ના રોજ વધુ એક ચિંતન બેઠક આયોજીત થવા પામી જેમાં એમિશન મોનિ. સીસ્ટમના શ્રી પ્રકાશભાઇ વાઘેલા; ડિન્ટેક કન્ટ્રોલના મેનેજીગ ડિરેકટર અને www.dicci.org - ગુજરાતના કો-ઓર્ડિનેટર શ્રી દિનેશભાઇ રાજવંશી; એડસન એન્જી. ના શ્રી ગણપતભાઇ પરમાર; કેસર પેટ્રોલીયમના શ્રી જયેશભાઇ પરમાર; ગુજરાત સરકારના નિવૃત્ત ઉધોગ કમીશ્નર શ્રી મહેન્દ્રભાઇ સોલંકિ; ગુજરાત જાહેર સેવા આયોગના પુર્વ સદસ્યશ્રી મુલચંદભાઇ રાણા; www.VankarSamaj.com ના ભરત ડાભી; વણકર યુવા સમિતિ, વડોદરાના શ્રી મિતેશભાઇ ચાવડા વગેરે મિત્રો હાજર રહેલ જ્યાં ગુજરાતના દલિત ઉધોગ સાહ્સિકોને સંગઠિત કરવા માટે થઇ જરુરી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવેલ અને એડહોક ધોરણે ઉપસ્થીત લોકોને વિવિધ કામોની સોંપણી કરવામાં આવેલ. (Share your views on dicci.gujarat@gmail.com)

 
 

સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન (12-01-2014)

સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા તારીખ ૧૨-જાન્યુઆરી-૨૦૧૪, રવિવારના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ; પાંચ બત્તી રસ્તા પાસે, ભરુચ ખાતે સંસ્થાનો વાર્ષિક સ્નેહ સંમેલન સાથે ૧૬મો જીવનસાથી પસંદગી સંમેલન યોજાઇ ગયેલ. શ્રી ધનજીભાઈ પરમાર (કેસરોલવાળા) ના અધ્ક્ષસ્થાને સમાજ આગેવાનોની હાજરીમાં દીપ પ્રગટાવી કાર્યક્રમનો આરંભ થયેલ અને ભરતભાઇ ડાહ્યાભાઇ પરમારની સુરમયી ભીમ વંદનાની અવિસ્મરણીય રજુઆત બાદ શ્રી કાંતિલાલ એમ. પરમાર અને મંત્રીશ્રી રમણાલાલ જે. પરમાર દ્વારા આમંત્રિત મહેમાનો ગુજરાત અનુ.જાતિ. વિકાસ નિગમના ડિરેક્ટરશ્રી રાજેન્દ્ર સુતરિયા; www.VankarSamaj.com ના શ્રી ભરત ડાભી; યુવા વણકર સમિતી - વડોદરાના શ્રી મિતેશભાઇ ચાવડા વગેરેનું શાબ્દિક અને ફૂલથી સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ અધ્ક્ષસ્થાને બિરાજમાન શ્રી ધનજીભાઈ પરમાર (કેસરોલવાળા) એ સ્વઃઉદાહરણથી હકારાત્મક વિચારો અને કઠિન મનોબળથી ઉપસ્થીત યુવાનોને પ્રગતિશિલ બની નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરવા જણાવેલ અને સંસ્થા દ્વારા ભરુચ નજીક ચાવજ ગામે જીલ્લાના વણકર જ્ઞાતિમિત્રોની વાડિ માટે જમીન ખરીદવામાં આવવાની જાહેરાત કરતા સુચિત સમાજ વાડિના નિર્માણ માટે સમાજમાંથી દાન માટેની હાકલ કરેલ. જેના પ્રતિભાવમાં ઉપસ્થીત શ્રી રાજેન્દ્ર સુતરિયાજી એ રુપીયા ૧,૧૧,૧૧૦ નુ દાન આપવાની જાહેરાત કરેલ જેના પ્રોત્સાહનથી પ્રસંશનીય દાનરુપી ગંગાના દર્શન થવા પામેલ. જીવનસાથી પસંદગી સંમેલનમાં ઉપસ્થીત યુવક - યુવતિઓએ સ્ટેજ પર આવી પોતાનો પરીચય અને પસંદગીના જીવનસાથી વિષે ખુલા દિલે માહિતિ આપી સમારંભને સફળ બનાવેલ..

 
 

હિંમતનગર ખાતે VSS દ્વારા યોજાયેલ વણકરસમાજનુ મહાસંમેલન (09-01-2014)

 

સાબરકાંઠા - અરવલ્લી જીલ્લા વણકરસમાજનુ પ્રથમ મહા સંમેલન તારીખ ૦૯-૦૧-૨૦૧૪, ગુરુવારના રોજ હિંમતનગર ખાતે યોજાઇ ગયુ જ્યાં સંત સવૈયાનાથ મંદિર ઝાંઝરકાના ગાદિપતી પ.પૂ. સંતશ્રી શંભુનાથ મહારાજ; ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મા. મંત્રીશ્રી રમણલાલ વોરા; ગુજરાત સરકારના પુર્વ શિક્ષણ મંત્રીશ્રી ડો. કરસનદાસ સોનેરી; ગુજરાત અનુ.જાતિ. વિકાસ નિગમના ચેરમેનશ્રી ઝવેરભાઇ ચાવડા; ગુજરાત અનુ.જાતિ. વિકાસ નિગમના ડિરેક્ટરશ્રી છગનભાઇ પરમાર; ગુજરાત રાજ્ય આશ્રમ શાળા અને છાત્રાલય સંચાલક મંડળના મહામંત્રીશ્રી જીતેન્દ્રકુમાર અમીન અને પ્રમુખશ્રી ભદ્રેશભાઇ મકવાણા; શ્રી પ્રવિણભાઇ વિરબાવજી; ચેનપુરના શ્રી વિનુભાઇ પરમાર; ૨૮૨ પરગણા વણકરસમાજના આગેવાનશ્રી મધુકરભાઇ પરમાર; પુર્વ મંત્રીશ્રી ઇશ્વરભાઇ મકવાણા; સિધ્ધાર્થ સેવા ટ્રસ્ટ - વડોદરાના શ્રી વિઠ્ઠલભાઇ સી. પરમાર; વણકર યુવા સમિતિ - વડોદરાના શ્રી મિતેશભાઇ ચાવડા; સમાજના પત્રકારશ્રી કાંતિભાઇ વણકર અને શ્રી ભરતભાઇ પરમાર; પ્રાંત અધિકારીશ્રી ડિ.એલ.પરમાર; ગાંધીનગર સચિવાલયના સુરક્ષા અધિકારીશ્રી (Ex Dy.S.P) ડિ.કે.વણકર; ગુજરાત વિધાનસભાના સેક્શન ઓફિસરશ્રી એન.એલ.વણકર; શ્રી જે.ટી.સિંધવ, શ્રી નરોત્તમભાઇ પરમાર; શ્રી જે.એ.અમીન અને અન્ય મહાનુભવો સહિત લગભગ દસ હજારથી વધુ જ્ઞાતિમિત્રો ઉપસ્થીત રહેલ.

કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ઉપસ્થીત ગુજરાત સરકારના પુર્વ શિક્ષણ મંત્રીશ્રી ડો. કરસનદાસ સોનેરીએ પંચોતેર વર્ષની ઉમરે પણ તેઓ સમાજ અને જનતાની સેવા કરવા સક્ષમ હોવાનુ કહેતા આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં તેઓ નિર્ણાયક બની રહેશે તેમ જણાવેલ. ખાસ આશીર્વચન પાઠવતા સંતશ્રી શંભુનાથ મહારાજે વણકરસમાજના મહાનુભવો અને સંતો - ભક્તોને યાદ કરી સમાજ આજે કેવી વિરલ પ્રતિભાઓથી ઉજળો છે તે જણાવેલ અને સાથે તેઓ રાજકારણમાં કેમ પ્રવેશ્યા તેનો ચિતાર આપી સમાજને શુભાષિશ પાઠવેલ. સમારંભના અધ્યક્ષસ્થાનેથી બોલતા ગુજરાત સરકારના મંત્રીશ્રી રમણલાલ વોરાએ જન્મભુમિ મહેસાણા પણ કર્મભુમિ ઇડરને બતાવી (સાબરકાંઠા - અરવલ્લી જીલ્લાની) ઉપસ્થીત જનતાનો આભાર વ્યકત કરેલ અને સમાજ માટે કાંઇ પણ કરી છુટવાની નેમ દર્શાવી હતી. ગુજરાત અનુ.જાતિ. વિકાસ નિગમના ચેરમેનશ્રી ઝવેરભાઇ ચાવડા અને પુર્વ મંત્રીશ્રી ઇશ્વરભાઇ મકવાણાએ પણ સમાજના સહયોગથીજ તેઓ આગળ આવ્યા હોવાનુ જણાવી તેઓ હંમેશા સમાજની સેવા કરી તેનુ ઋણ અદા કરવાની તૈયારી દર્શાવેલ.

ઉપસ્થીત અન્ય મહેમાનોમાં ગુજરાત રાજ્ય આશ્રમ શાળા અને છાત્રાલય સંચાલક મંડળના મહામંત્રીશ્રી જીતેન્દ્રકુમાર અમીન અને પ્રમુખશ્રી ભદ્રેશભાઇ મકવાણાના પ્રવચનો બાદ કાર્યક્રમના આયોજક અને સાબરકાંઠા - અરવલ્લી જીલ્લા યુવા વણકરસમાજના આગેવાનશ્રી હસમુખભાઇ સક્સેનાએ ઉપસ્થીત મહેમાનો અને જ્ઞાતિમિત્રોનો આભાર વ્યકત કરેલ અને સમય-સંજોગની પ્રતિકુળતાએ હાજર નહિ રહિ શકેલ GSRTC ના જનરલ મેનેજરશ્રી ડિ. ડિ. કાપડિયાનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવેલ અને "કર્મ એજ પુજા" તથા "बदला न लो बदल कर दिखाओ" ના નારા સાથે રાજ્યક્ક્ષાની સમાજ એક્તા માટે સક્રિય બનવા સૌને આહવાન કરેલ.

ત્યારબાદ વણકરસમાજની પ્રતિભાઓમાં સાબરકાંઠા જીલ્લામાં શ્રેષ્ઠ બેંક મેનેજરનો એવોર્ડ મેળવનાર યુનિયન બેંકના મેનેજરશ્રી જીતુભાઇ અમીન; ગુજરાત સરકારશ્રી તરફથી મહાત્મા ગાંધી એવોર્ડ મેળવનાર શ્રી નાથાભાઇ વણકર; દલિત અકાદમી એવોર્ડ મેળવનાર શ્રી બાબુભાઇ પરમાર સહિત પી.એચડિ. થયેલ ડો. અંકુર અમીન; ડૉ. પ્રવિણ દેસાઇ અને GPSC / UPSC / MBBS / MD વગેરે જેવી કઠિન પરીક્ષાઓમાં નોંધપાત્ર પરીણામ મેળવનાર જ્ઞાતિમિત્રોનુ મંત્રીશ્રી રમણલાલ વોરાના હસ્તે શાલ ઓઢાડિ સન્માન કરવામાં આવેલ. સાથે સમારંભ આયોજનમાં ખુલાદિલે દાન અને સહયોગ આપનાર બાદરપુરાના ગં.સ્વ. કોદિબેન કોદરભાઇના પુત્રો; વકતાપુરના ગં.સ્વ. કેશીબેન લાલાભાઇ પરમાર; બેરણાના ગં.સ્વ. મણિબેન રેવાભાઇ વણકર વગેરેનુ મંચ પરથી પ.પૂ. સંતશ્રી શંભુનાથ મહારાજના હાથે સન્માન કરવામાં આવેલ.

ઉપરોક્ત સંમેલનના સફળ આયોજનમાં શ્રી કે.એલ.પરમાર, શ્રી વાલજીભાઇ વણકર, શ્રી પંકજભાઇ પરમાર, શ્રી નરેશ પરમાર, શ્રી મુકેશ રાઠોડ, શ્રી શનાભાઇ, શ્રી શામળભાઇ, શ્રી કાનજીભાઇ, શ્રી જીવાભાઇ, શ્રી પી.કે., શ્રી કાંતિભાઇ, શ્રી મહેન્દ્રકુમાર, શ્રી નાનજીભાઇ, શ્રી સુધિરભાઇ, શ્રી લાલુભાઇ, શ્રી જેઠાભાઇ, શ્રી દુધાભાઇ, શ્રી નટવરભાઇ, શ્રી મુકેશભાઇ, શ્રી અમૃતભાઇ, શ્રી નરસિંહભાઇ, શ્રી હરજીભાઇ, શ્રી હિરાભાઇ, શ્રી રામજીભાઇ, શ્રી પિકાભાઇ, શ્રી વસંતભાઇ, શ્રી રમેશભાઇ, શ્રી લાલાભાઇ, શ્રી દિનેશભાઇ, શ્રી રાજેશકુમાર, શ્રી ધનાભાઇ, શ્રી જયંતિભાઇ; શ્રી મંગળસિહ; શ્રી રણછોડભાઇ; શ્રી પ્રકાશભાઇ; શ્રી જયેશભાઇ તથા નાના મોટા પરગણાના ૨૭ થી વધુ લોકોએ પ્રસંશનીય કામગીરી બજાવેલ જે માટે અરવલ્લી જીલ્લા ૧૦ ગામ વણકરસમાજની યુવા ટીમને "પ્લેટીનમ ટીમ" મોમેન્ટો આપી સન્માનિત કરેવામાં આવેલ.

દબદબાભેર ઉજવાયેલ આ કાર્યક્રમનુ સફળ અને સુંદર સંચાલન પાંડવા (મહિસાગર જીલ્લા) થી ખાસ પધારેલ શ્રી કેવળભાઇ વણકરે કરેલ.

ગાંધીનગરના ઉપવાસ આંદોલનના ઉકેલ માટે વધુ એક પ્રયત્ન (07-01-2014)

ગાંધીનગર ખાતે વણકરસમાજના ચાલી રહેલ ઉપવાસ આંદોલનનો ઉકેલ લાવવા માટે થઇ વધુ એક પ્રયત્ન રુપે પુર્વ સાંસદશ્રી રતિલાલ વર્માની અધ્યક્ષતામાં 150 થી યે વધુ વણકર હિંતચિંતકો / આગેવાનોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે તારીખઃ 07-01-2014 મગળવારના રોજ એક ચિંતન - બેઠક યોજાઇ ગઇ. બેઠક ખાસી ૪-૫ કલાક ચાલેલ અને વિવિધ વિચાર વિમર્શ બાદ પુર્વ સાંસદશ્રી રતિલાલ વર્મા; પુર્વ મંત્રીશ્રી ડો. કરશનદાસ સોનેરી; શ્રી ઝવેરભાઇ ચાવડા (ચેરમેન અનુ.જાતિ. વિકાસ નિગમ); ડૉ. પીજી જ્યોતિકર; ગુજરાત જાહેર સેવા આયોગના પુર્વ સભ્યશ્રી મુળચંદભાઇ રાણા અને ડો. જનબંધુ કોસંબી સાંજે લગભગ 6.30ના સુમારે ઉપવાસી છાવણીમાં પહોંચેલા અને શ્રી ગાંધીનગર વણકર સમાજના પ્રમુખશ્રી પીજે પરમાર સહિત છાવણીમાં ઉપસ્થિત લગભગ ત્રણસો લોકોની મેદની સમક્ષ ભુમિ પ્રશ્ને પોતાની લાગણી વ્યક્ત કરી અને આંદોલનના અંત માટે સમજાવટના પ્રશંસનીય પ્રયત્નો કરેલા. પરંતુ કમનસીબે, આંદોલન સંકેલવા કે સીનીયર ઉપવાસીયો બાબતે કોઇ જ સુખદ ઉકેલ ન આવી શક્યો.
ઉપરોક્ત સમગ્ર બેઠકનુ ભારે મહેનતથી તૈયાર કરેલ વિસ્તૃત વૃત મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લા ૧૧ પરગણા વણકરસમાજ બેઠક (05-01-2014)

તારીખ ૧૫-૧૨-૨૦૧૩ના રોજ શ્રી સુરેન્દ્રનગર જીલ્લા ૧૧ પરગણા વણકરસમાજ - અમદાવાદની સમાજ સંકલન માટેની યોજાયેલ બેઠકના અનુસંધાનમાં તારીખ ૦૫-૦૧-૨૦૧૪ રવિવારના રોજ સંસ્થાના ઉપ-પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ મકવાણાના નિવાસસ્થાન સાગર સોસાયટી; ગીતા મંદિર; અમદાવાદ ખાતે સમાજમિત્રોની એક સામાન્ય સભા બોલાવવામાં આવેલ જેમાં સંસ્થાનુ રજિસ્ટ્રેશન કરાવવા; ડિરેક્ટરી બનાવવા; જરુરી ફંડ ફાળો ભેગો કરવા; સમાજનુ બંધારણ નક્કિ કરવા વગેરે માટે થઇ ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને વિવિધ સમિતિઓ બનાવી કામની વહેંચણી કરવામાં આવેલ. ઉપરોક્ત સમાજ સભામાં સુરેન્દ્રનગર જીલ્લા ૧૧ પરગણા વણકરસમાજના આગેવાનો પ્રમુખશ્રી વિનોદભાઇ રણછોડભાઇ મકવાણા (નવા વાડજ); ઉપપ્રમુખશ્રી ચંદ્રકાંત લાલજીભાઇ સોલંકિ (ભુલાભાઇ); ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઇ સી. મકવાણા; મહામંત્રીશ્રી એ. ડિ. પરમાર; સહમંત્રીશ્રી જગદિશભાઇ કે. રાઠોડ (અમરાઇવાડી); સહમંત્રીશ્રી પી.જી.પારઘી (સાબરમતી); ખજાનચીશ્રી વરસામભાઇ એલ. ચૌહાણ સાથે અન્ય કારોબારિ સભ્યો અને આમંત્રીત મહેમાનોમાં સમાજદિપ સામાયિકના પ્રકાશકશ્રી દિનેશભાઇ પરમાર (પાલનપુર); વણકર ફાઉન્ડેશનના આગેવાનશ્રી મિતેશભાઇ ચાવડા; ભરત ડાભી (www.VankarSamaj.com) ઉપસ્થીત રહેલ..

 

વણકરસમાજ ભવન પ્રશ્નના ઉકેલ માટે પુર્વ મંત્રીશ્રી ડો. કરસનદાસ સોનેરીની પહેલ (27-12-2013)

ગાંધીનગર ખાતે વણકરસમાજના પ્રતિકરુપ – વિરમાયા ભવનના નિર્માણ માટે થઇ તારીખ ૨૪-૧૧-૨૦૧૩થી શ્રી ગાંધીનગર વણકરસમાજ દ્વારા ચાલી રહેલ ઉપવાસ આંદોલન અને તેના અંતર્ગત વિવિધ કાર્યક્રમોથી જમીન માંગણીનો મુદદો જ્વલંત બનવા પામેલ છે.

ઉપરોક્ત પ્રશ્નનો શાંતિમય રીતે તટસ્થતાથી અને વેળાસર ઉકેલ લાવવાના હેતુથી તારીખ ૨૭-૧૨-૨૦૧૩ ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સરકારના પુર્વ મંત્રીશ્રી ડો. કરસનદાસ સોનેરીની અધ્યક્ષતામાં વણકરસમાજના શુભચિંતક આગેવાનોની એક બેઠક મળી. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગના પુર્વ સદસ્યશ્રી મુલચંદભાઇ રાણા, ગુજરાત વિધાનસભાના પુર્વ સચિવશ્રી તુલસીભાઈ ડોળીયા, જીલ્લા વિકાસ અધિકારીશ્રી ગોપાલભાઇ બામણીયા, ૨૮૨ પરગણા વણકરસમાજ - ગાંધીનગરના પ્રમુખશ્રી મધુકરભાઇ એફ. પરમાર, સૌરાષ્ટ્ર વણકરસમાજના આગેવાનશ્રી હાર્દિકભાઇ ગોહિલ, સામાજિક આગેવાનશ્રી જે.ટી.સિંઘવ, અરવલ્લી જીલ્લા યુવા વણકરસમાજના આગેવાનશ્રી હસમુખભાઇ સક્સેના અને સમાજના અન્ય ગોળ-પરગણાના આગેવાનો ઉપસ્થીત રહિ સરકાર સાથે સમજદારી પુર્વકની એક નવિન ચર્ચા સાથે જટીલ બનેલ ઉપરોક્ત વિરમાયા ભવનના મુદદાને ઉકેલવા જરુરી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

સાથે સંસ્થાની જમીન અંગેની માંગણી સત્વરે મંજુર થાયે તે માટેની લાગણી દર્શાવતો ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી રમણલાલ વોરાના સમાજને નામ સંદેશામાં જણાવવામાં આવેલ કે ગાંધીનગર ખાતે વણકરસમાજના પ્રતિક સમા – વિરમાયા ભવનના નિર્માણ માટે થઇ જરુરી જમીન મેળવવાના પ્રયાસો હકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. આંદોલનને પણ સંવાદના માર્ગે આપણે આગળ વધાવિએ અને સાથે ગુજરાત સરકારના મહેસુલ વિભાગના મંત્રીશ્રીએ ઉપરોક્ત હેતુસર જમીન ફાળવવા જે તત્પરતા દર્શાવી છે તેને પણ જરુરથી ધ્યાનમાં લઇએ.

ગુજરાત વણકર સેવા સમાજ - અમદાવાદનો જીવનસાથી પસંદગી મેળો (15-12-2013)

ગુજરાત વણકર સેવા સમાજનો તેજસ્વી તારલા સન્માન સમારંભ સાથે વણકર જ્ઞાતિમિત્રોનો જીવનસાથી પસંદગી મેળો તારીખ ૧૫-૧૨-૨૦૧૩ના રોજ દિનેશ હોલ, ઇન્કમટેક્સ સર્કલ પાસે, અમદાવાદ ખાતે યોજાઇ ગયો જેમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ દાણીલિમડા વિસ્તારના ધારાસભ્યશ્રી શૈલેષભાઇ પરમાર સહિત સંસ્થાના હોદદેદારો શ્રી પી.કે.વાલેરા, પ્રમુખશ્રી મણીલાલ જેઠાભાઇ વાઘેલા; વડોદરા એકમના પ્રમુખશ્રી ગોરધનભાઇ આર્ય અને સમાજના જ્ઞાતિમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહેલ.

૧૧ પરગણા વણકરસમાજ - અમદાવાદની સમાજ સંકલન બેઠક (15-12-2013)

તારીખ ૧૫-૧૨-૨૦૧૩ના રોજ શ્રી સુરેન્દ્રનગર જીલ્લા ૧૧ પરગણા વણકરસમાજ - અમદાવાદની સમાજ સંકલન માટેની બેઠક યોજાયેલ જેમાં અમદાવાદમાં રહેતા ૧૧ પરગણાના સર્વે વણકર જ્ઞાતિમિત્રોની ડિરેક્ટરી સહિતની સંસ્થાની એક પરીચય પુસ્તીકા બનાવવા માટે થઇ જરુરી વિચાર વિમર્શ થયેલ જેમા અમદાવાદમાં વસતા સુરેન્દ્રનગર જીલ્લા ૧૧ પરગણાના આગેવાન જ્ઞાતિમિત્રો સહિત સંસ્થાના કાર્યકરો શ્રી વિનોદભાઇ મકવાણા (ફોનઃ +૯૧૯૯૨૪૯૯૬૩૭૩); શ્રી મુકેશભાઇ મકવાણા (ફોનઃ +૯૧૯૭૨૫૨૫૧૨૭૮); શ્રી મહેન્દ્રભાઇ મકવાણા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થીત રહેલ.

રાઇફલ શુટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર કુમારી વિશ્વા બઢિયા

ગુજરાત - અમદાવાદના ગાંધી આશ્રમ વિસ્તારમાં રહેતા કુમારી વિશ્વા જનેશભાઈ બઢિયાએ તારીખ ૦૫-૧૨-૨૦૧૩ ના રોજ પુણા ખાતે યોજાયેલ National School Games Federation of India ની Rifle Shooting સ્પર્ધામાં ૧૪ વર્ષથી નિચેના વયજુથમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. કુમારી વિશ્વા જનેશભાઈ બઢિયા રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં પણ આવી જ રીતે મેડલ જીતી ચુકી છે. અભિનવ બિન્દ્રા તેમજ ગુજરાતના આણંદની લજ્જા ગોસ્વામીથી પ્રેરાઈને વિશ્વા પણ હવે ગુજરાત અને દેશનું નામ રોશન કરવા માંગે છે.

કુમારી વિશ્વા જનેશભાઇ બઢીયા, શ્રી રામજીભાઇ બઢીયાના કુટુંબમાંથી આવે છે જેમણે મહાત્મા ગાંધીજીને રેંટીયો કાંતતા શીખવેલ અને ગાંધીજીએ તેમને ગુરુ બનાવેલ. શ્રી રામજીભાઇ બઢીયાએ શિખવેલ રેટીયો કાંતવાની કળાના આધારે ગાંધીજીની ઐતિહાસીક સ્વદેશી ચળવળ આકાર પામેલ.

 

અરવલ્લી જીલ્લા વણકરસમાજનુ વાર્ષિક સ્નેહ સંમેલન [01-12-2013]

અરવલ્લી જીલ્લા વણકરસમાજ યુવા સંગઠન દ્વારા તારીખ ૦૧-૧૨-૨૦૧૩ ના રોજ વાર્ષિક સ્નેહ સંમેલન કાર્યક્રમ ગોકુલધામ ફાર્મ બાયડ – કપડવંજ રોડ ખાતે સંપન્ન થયો જેમાં અરવલ્લી જીલ્લાના પ્રથમ કલેકટર શ્રી બી.જે.ભટ્ટનો સત્કાર સમારંભ પણ રાખવામા આવેલ.
અરવલ્લી જીલ્લા વણકરસમાજના યુવકો દ્વારા યોજાયેલ ઉપરોક્ત કાર્યક્રમમાં પુર્વ શિક્ષણ અને આરોગ્ય ખાતાના મંત્રી શ્રી ડો. કરસનદાસ સોનેરી, GSRTC ના જનરલ મેનેજર શ્રી ડિ. ડિ. કાપડિયા, આસીસ્ટન્ટ ચેરેટી કમિશ્નરશ્રી મગનભાઇ પ્રણામી, ગુજરાત સરકાર સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી ડો. હસમુખભાઇ પરમાર સાથે સંસ્થા અને સમાજના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહેલ અને સમાજના ડોકટરશ્રી ગુણવંતભાઇ પરમાર અને ડોકટરશ્રી આકાશ બુટાલા વગેરેનુ સામાજીક અભિવાદન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને સફળ સંચાલન અરવલ્લી જીલ્લા વણકરસમાજ યુવા સંગઠનના આગેવાન શ્રી હસમુખભાઇ સક્સેના, શ્રી અશોક સોનેરી, શ્રી મુકેશ રાઠોડ અને અન્ય વણકરસમાજના યુવામિત્રોની પ્રશંસનીય મહેનતથી આકાર પામેલ.

પ્રેષકઃ હસમુખ સક્સેના [E-mail: hasmukhsaxena44@gmail.com]

વણકર સમાજના ભવન માટે ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન (24-11-2013)

ગુજરાત સરકારે ગાંધીનગરમાં વસતા ઘણા ધર્મો - સમુદાયો અને સમાજ સંગઠનો માટે પ્રોત્સાહાત્મક લાભો આપ્યા છે અને તે ઉપરાંત તેમને તેમના સમાજ / ધ્રર્મના પ્રતિકરુપ બાંધકામો કરવા માટે જમીન અને અન્ય આર્થીક મદદ પુરી પાડેલ છે. પરંતુ વારંવાર રજુઆતો કરવા છતા ગાંધીનગરમાં સૌથી વધુ વસ્તી ધરાવતા વણકર જ્ઞાતિના સમુદાય માટે તેમનુ પોતિકુ "વણકરસમાજ ભવન" બાંધવા માટે જરુરી જમીન અને અન્ય મદદ કરવાની માંગણી સ્વીકારવામાં નથી આવતી. આથી શ્રી ગાંધીનગર વણકરસમાજ દ્વારા પથીકાશ્રમ - ગાંધીનગર ખાતે તારીખ ૨૪-૧૧-૨૦૧૩ થી ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવેલ તેમાં વણકરસમાજના પ્રથમ IPS અધિકારી નિવ્રુત ADG શ્રી રાજન પ્રિયદર્શી; નિવૃત્ત સમાજ કલ્યાણ નિયામકશ્રી કે.પી.વાઘેલા; માહ્યાવંશી સમાજ - વડોદરાના પ્રમુખ ડો. મોહનભાઇ જ્યોત; શ્રી ભરત ડાભી (www.VankarSamaj.com), યુવા વણકર સમિતી - વડોદરાના શ્રી મિતેશભાઇ ચાવડા; શ્રી ગાંઘીનગર વણકરસમાજ, ગાંઘીનગરના પ્રમુખશ્રી પી. જે. પરમાર સહિત અન્ય સંસ્થાના સભ્યો અને ગાંધીનગરમાં વસતા વણકર જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહેલ.

 

ગુજરાતમાં દલિત ઉધોગસાહસિકોને સંગઠિત કરવા વિચાર મંથન (17-11-2013)

ગુજરાત પબ્લિક સર્વીસ કમીશનના પુર્વ સભ્ય અને વણકરસમાજના પ્રખર હિતેચ્છુ આદરણીય શ્રી મુલચંદજી રાણાના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં www.dicci.org ના નેજા હેઠળ ફકત વણકરસમાજના જ નહિ પરંતુ સમગ્ર દલિત સમુદાયના ઉધોગ સાહસિકો અને ધંધાદારીઓને સંગઠિત કરી વિકાસ સાધવા જરુરી પ્રયાસો અંગે અમદાવાદ ખાતે રસપ્રદ ચર્ચા યોજાઇ ગઇ જેમાં www.dtcpl.in ના મેનેજીગ ડિરેકટર અને www.dicci.org - ગુજરાતના કો-ઓર્ડિનેટર શ્રી દિનેશભાઇ રાજવંશી, www.ediindia.org ના શ્રી ધનેશભાઇ સોનેરા, શ્રી રાજુભાઇ વ્યાસ, www.perfecttechnosolution.com ના શ્રી રાહુલભાઇ સાલ્વી, શ્રી મુલચંદભાઇ રાણા અને IPCL વડોદરાના જનરલમેનેજર ડો. મોહનભાઇ જ્યોત, www.VankarSamaj.com ના ભરત ડાભી, www.VankarFoundation.co.in ના મિતેશભાઇ ચાવડા વગરે ઉપસ્થીત રહેલ..

 

વડોદરા ખાતે વણકર જ્ઞાતિના યુવામિત્રોનો પસંદગી મેળો (27-10-2013)

www.VankarFoundation.co.in વડોદરા દ્વારા તારીખ ૨૭-૧૦-૨૦૧૩ ના રોજ વણકર જ્ઞાતિના યુવામિત્રોનો પસંદગી મેળો ડો. આંબેડકર ભવન અલકાપુરી ખાતે યોજાઇ ગયો જેમા IPCL વડોદરાના જનરલ મેનેજર અને શ્રી માહ્યાવંશી સમાજ વડોદરાના પ્રમુખશ્રી ડો. મોહનભાઇ જ્યોત અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહેલ. ઉપરોક્ત કાર્ય્રક્રમમાં આપણા વણકરસમાજના ગૌરવસમાન Miss World Yogini દિવ્યાબેન પરમારે [divyaparmar.blogspot.com] પણ તેમની યોગ કળાઓને પ્રસ્તુત કરેલ.

 

ભરૂચ મુકામે વિદ્યાર્થીઓ અને વયસ્કોનો સન્માન કાર્યક્રમ (15-09-2013)

સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ તેમજ સમાજના વયોવૃદ્ધ વડીલોનો સન્માન સમાંરભ તારીખ ૧૫-૦૯-૨૦૧૩ ના રોજ ભરૂચ મુકામે યોજવામાં આવેલ. શ્રી ધનજીભાઈ પરમાર (કેસરોલવાળા) ના અધ્યક્ષસ્થાને સમાજ આગેવાનોની હાજરીમાં દીપ પ્રગટાવી કાર્યક્રમનો આરંભ થયેલ. ત્યારબાદ નાની બાળાઓ શ્રદ્ધા, જાનવી અને હિનલ દ્વારા પ્રાર્થના સાથે સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક અને ફૂલથી સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમમાં ધનજીભાઈ પરમાર, રાજેન્દ્ર સુતરિયા (ડિરેક્ટર, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ), અરવિંદભાઈ દોરાવાલા (ટ્રસ્ટી - ગુજરાત વણકર સેવા સમાજ), ડો. રશ્મીકાંત મેહતા, નાગજીભાઈ સુતરિયા, પરેશ મેહતા, ગીરીશ સુતરિયા, દલપતભાઈ પરમાર, પી. કે. કટારિયા, ડો. રણજીત પરમાર, જનક પરમાર (National Commission for Scheduled Castes), મનહરભાઈ પરમાર, ધર્મેશ પરમાર, અરુણસિંહ સિંહ રાણા (ધારાસભ્ય - વાગરા), દુષ્યંત પટેલ (ધારાસભ્ય - ભરૂચ), જયેશ પટેલ, મનહરભાઈ ગોહિલ (પ્રમુખશ્રી ભરુચ જિલ્લા પંચાયત), મગનભાઈ કે.પરમાર, નરેશ ઠક્કર વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

ઉપસ્થિત મહેમાનોના હસ્તે ૬૫ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમા ઇનામી ટ્રોફી અને બાબા સાહેબની તસ્વીર શ્રી રમણભાઈ જીવાભાઈ પરમાર તરફથી આપવામાં આવી હતી જયારે ૭૫ વર્ષ થી વધારે ઉમરના વડીલોનું શાલથી સન્માન શ્રી કે. ટી. પરમાર (જોલવા) તરફ થી રાખવામાં આવ્યું હતું. રમત-ગમત ક્ષેત્રમાં માસ્ટર એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયામાં (રાજ્ય સ્તર) ૧૫૦૦ મીટરની દોડમાં ભાગ લેનાર શ્રી સુરેશભાઈ એચ. પરમાર અને હેન્ડબોલ તેમજ કચ્છ રણોત્સવમાં ગરબાની સ્પર્ધામાં ભાગ લેનાર રીન્કલ ડાહ્યાભાઈ પરમારનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ, ભરૂચના પ્રમુખશ્રી મગનભાઈ કે. પરમારની સતત ત્રણ ટર્મ સુધી સંતોષકારક કામગીરી બદલ મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ બાદ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ચીમનભાઈ પરમારે સંભાળેલ અને આભારવિધિ મંત્રીશ્રી કાન્તીભાઈ પરમારે કરેલ. કાર્યક્રમ બાદ સંસ્થાની સામાન્યસભા શ્રી અરવિંદભાઈ દોરાવાલા તેમજ ધનજીભાઈ પરમાર, રાજેન્દ્ર સુતરિયા, મગનભાઈ પરમાર ની ઉપસ્થિતમાં યોજાઈ હતી જેમાં નવા પ્રમુખ તરીકે કાંતિભાઈ પરમાર અને મંત્રી તરીકે રમણભાઈ જીવાભાઈ પરમાર તેમજ ઉપ-પ્રમુખ તરીકે ધનજીભાઈ તલાટી અને રણજીતભાઈ એમ. પરમારની નિમણુક થઇ હતી.

વણકરસમાજ ચિંતન બેઠક (06-05-2013)

આદરણીય શ્રી મુલચંદજી રાણાના પ્રયત્નોથી તારીખ ૨૬-૦૫-૨૦૧૩ રવિવારના રોજ સતિષ શાહ કોમ્પ્યુટર ક્લાસ, સુખરામનગર, ગોમતીપુર, અમદાવાદ ખાતે "વણકર સમાજ ચિંતન બેઠક" સંપન્ન થઇ જેમાં અમદાવાદના કાંકરિયા, સાબરમતિ, વાડજ, અમરાઇવાડી, દાણીલીમડા, સૈજપુર, બાપુનગર, ચાંદખેડા, રાણીપ, બહેરામપુરા, સુખરામનગર, રાજપુર-ગોમતીપુર તેમજ અન્યત્ર ગાંધીનગર, રાજકોટ, પાલનપુર, મહેસાણા, કલોલ, પાટણ, વડોદરા વિગેરે સ્થાનોથી ગાંધીનગર વણકર સમાજ, યુવા વણકર સમિતી, વડોદરા, ગુજરાત યુવા વણકર સમાજ, દાણીલીમડા, સ્પર્ધાત્મક પરીક્ષા અભ્યાસ વર્તુળ, હરીઓમ સેવા ટ્રસ્ટ, ચાંદખેડા, ઓહમ સ્કિલ ડેવેલપમેંટ, અને કેટલાક ગોળ પરગણાઓના આગેવાનો વિગેરે મળીને આશરે 42 જેટલા વણકરસમાજ હિતેચ્છુ જ્ઞાતિમિત્રો ઉનાળાની અસહ્ય ગરમીમાં પોતાના અંગત સમયનુ બલિદાન આપી ૨-૪ કલાકની મુસાફરી કરી સમાજ માટે પધારેલ.

શ્રી ગાંધીનગર વણકર સમાજના અધ્યક્ષ શ્રી પી જે પરમારના સ્વાગતારંભ બાદ શ્રી મુલચંદજી રાણાએ બેઠકની ભુમિકા સૌ ઉપસ્થિત વણકર બંધુઓ સમક્ષ મુકીને તેઓને પોતાના મંતવ્યો, સુચનો આપવા નિમંત્રિત કરેલ. જ્યાં સર્વશ્રી પીજે પરમાર (ગાંધીનગર), ભરત ડાભી (www.VankarSamaj.com), અશ્વીન સામેત્રીયા (રાજપુર-ગોમતીપુર), ગીરીશ ચાવડા (સૈજપુર), વિમલ મકવાણા (બનાસકાંઠા) હરેશભાઇ પરમાર (સાબરમતિ), મુળજીભાઇ પરમાર (ગાંધીનગર), અરવિંદભાઇ આડેવડિયા (કલોલ), રમણભાઇ પરમાર (રાણીપ), સુરેશ પરમાર (પાલનપુર), પી યુ મકવાણા (રાજકોટ), કિરણભાઇ (ચાંદખેડા), અંબાલાલ (બાપુનગર) અને અન્ય સહયોગીઓએ સમાજોપયોગી પોતાના નિખાલસ બયાન/અભિપ્રાય રજું કર્યાં.

ઉપરોક્ત બેઠકમાં ગોળ-પરગણાના વાડાબંધીઓમાં વિખરાયેલ આપણા વણકરસમાજને સંકલિત કરવા અને વિશ્વવ્યાપી સમગ્ર વણકર જ્ઞાતિમિત્રોની એક વિશાળ ડિરેક્ટરી બનાવવા માટે વિચારણા કરવામાં આવી હતી તે ઉપરાંત આવનાર સમયમાં વણકર યુવા સમિતિ, વડોદરાના શ્રી મિતેશભાઇ ચાવાડાની આગેવાની હેઠળ અમદાવાદ ખાતે લગ્નોત્સુક યુવક - યુવતિઓના એક વિશાળ પસંદગી મેળાના આયોજનની પણ યોજના બનાવવામાં આવેલી જેમા www.VankarSamaj.com વેબસાઇટ્ના ટેક્નોલોજી ઉપયોગ વડે આપણા સમાજમાં વર્તાતી લગ્ન યોગ્ય પસંદગીના પાત્ર મેળવવાની સમસ્યાનો ઉકેલ લાવવા વિષે ચર્ચા અને તેને અમલી બનાવવા એક એડહોક કમિટિ પણ રચવામાં આવેલ જેની આગામી મિટીંગ ૧૬-૦૬-૨૦૧૩ રોજ નિર્ધારીત થયેલ.

શ્રી સતીષભાઇ શાહે આજની વિવિધ બેઠકોને સાંકળી લઇ આ મિશનમાં રોજગારલક્ષી કામગીરીને સામેલ કરવા અને આ કાર્યમાં પોતાના તમામ સક્રિય સહયોગની ઓફર કરેલ. શ્રી અમ્રુતલાલ પરમારે આ મિશનને ઉપયોગી મહત્વપુર્ણ દિશાસુચન સહ આપણા સમાજમાં ખુબ જ સફળ અને યશસ્વી પુરવાર થયેલ સહકારી ચળવળની વિસ્તારે વાત કરીને એને પણ આ અભિયાનમાં જોડવા અનુરોધ કરેલ.

સમગ્ર બેઠકનુ સફળ આયોજન અને સંચાલન શ્રી મુલચંદજી રાણા દ્વારા આકાર પામેલ અને ૩-૪ કલાકના વિચાર વિમર્શ બાદ શ્રી અમ્રુતલાલ પરમારની આભાર વિધિ અને સ્મ્રુતિ ભોજન સાથે સહુ છુટા પડેલ.

 

ભરુચઃ સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ દ્વારા દસમો સમુહ લગ્નોત્સવ (12-05-2013)

સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ - ભરુચ આયોજીત દસમો સમુહ લગ્નોત્સવ તારીખ ૧૨-૦૫-૨૦૧૩ ના રોજ વિશ્વ ગાયત્રી મંદિર, ઝાડેશ્વર, ભરુચ ખાતે રંગેચંગે ઉજવાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી શ્રી ધનજીભાઇ કેસરોલવાળા તેમજ અન્ય મહાનુભવોમાં ભરુચ જીલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીશ્રી એ.બી.વાઘેલા; વાગરાના ધારાસભ્યશ્રી અરુણસિંહ રાણા; સામાજીક આગેવાન હિરાભાઇ પરમાર; ભરુચ જીલ્લા વણકરસમાજ આગેવાન વકિલશ્રી અરવિંદભાઇ દોરાવાલા; ગુજરાત અનુસુચિત જાતિ નિગમના શ્રી રાજેન્દ્રભાઇ સુતરીયા; રાષ્ટ્રીય અનુસુચિત જાતિ કમિશનના સભ્યશ્રી જનકભાઇ પરમાર વગેરે ઉપસ્થીત રહ્યા હતા.


આ સમુહ લગ્નોત્સવમાં દસ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડેલ. સમારંભમાં પધારેલ મહેમાનોનુ સ્વાગત સંસ્થાના પ્રમુખશ્રી મગનભાઇ પરમારે કરેલ અને આભાર વિધિ સંસ્થાના મંત્રીશ્રી કાંતિભાઇ પરમારે કરી હતી.

અનુસુચિત જાતી સૌરભ (ajsaurabh@yahoo.in) - જુન ૨૦૧૩ ના અંકમાંથી

 

પંચમહાલ જીલ્લામાં વણકરસમાજનો પ્રથમ સમુહ લગ્નોત્સ્વ યોજાયો (06-05-2013)

તારીખ ૦૬-૦૫-૨૦૧૩ના રોજ લુણાવાડા તાલુકાના કોઠંબા નજીક ખારોલ ગામે પંચમહાલ જીલ્લાના વણકરસમાજનો પ્રથમ સમુહ લગ્નોત્સ્વ યોજાઇ ગયો જેમાં જીલ્લા કલેક્ટર સુશ્રી મનિષા ચંદ્રા; પુરવઠા અધિકારી શ્રી પટેલ; પાંડવાના શ્રી જેઠાભાઇ વણકર વગેરેએ ઉપસ્થીત રહિ પ્રભુતામાં પગલા પાડનાર ૧૪ વર-કન્યાઓને શુભાષિશ આપ્યા હતા.

શ્રી વિ.ડિ.પરમાર (ખલાસપુર), શ્રી જશુભાઇ પરમાર (ખારોલ), શ્રી કાળિદાસ વણકર (થાણાસાવલી), શ્રી બાબુ પરમાર (કોઠંબા), ડો. પ્રવિણ અમીન (ગોધરા) વગેરે જ્ઞાતિ મિત્રોએ ખુબજ મહેનતથી ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અનુસુચિત જાતી સૌરભ (ajsaurabh@yahoo.in) - જુન ૨૦૧૩ ના અંકમાંથી

 

ડો. નરસિંહદાસ વણકર દ્વારા ખેરાલુ ખાતે આયોજીત "સમાજ શિક્ષણ શિબિર" (16-03-2013)

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ અને તેને સંલગ્ન કોલેજોના અનુસુચિત જાતિ - જનજાતિના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારી મંડળ; ગુજરાત સરકારના સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ; પછાત વર્ગ કલ્યાણ અધિકારીશ્રી મહેસાણાના પ્રયત્નોથી ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણના પ્રોફેસરશ્રી ડો. નરસિંહદાસ વણકર દ્વારા તારીખ ૧૬ માર્ચ ૨૦૧૩ (રવિવાર) ના રોજ તાલુકા પંચાયત કચેરી સભાગૃહ, ખેરાલુ ખાતે અનુસુચિત જાતિ - જનજાતિના પછાત વર્ગ માટે ગુજરાત સરકાર તરફથી મળતા લાભોની જાણકારી મળી રહે તે માટે ગુજરાત રાજ્ય અનુસુચિત જાતિ વિકાસ નિગમના માજી ચેરમેનશ્રી ઝવેરભાઇ ચાવડાના પ્રમુખ સ્થાને "સમાજ શિક્ષણ શિબિર" નુ આયોજીત થવા પામી. જેમાં મહેસાણા જીલ્લાના ખેરાલુ વિસ્તારના ગામોના સામાજીક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ગોવિંદભાઇ શ્રીમાળી અને અન્ય હોદ્દેદારો; તાજેતરમાં ચુંટાયેલા સરપંચ અને ઉપસરપંચશ્રીઓ; વિવિધ રાજકિય પક્ષોના કાર્યકરો ઉપરાંત ખેરાલુ વિસ્તારના મામલતદારશ્રી એ.બી.ઠાકોર; તાલુકા વિકાસ અધિકારીશ્રી એન.આર.બુવળ; સમાજ કલ્યાણ નિરિક્ષકશ્રી રશ્મીકાબેન; વિરમાયા ટ્રસ્ટ, ખેરાલુના પ્રમુખશ્રી ત્રિકમલાલ મકવાણા; શરણાઇવાદક શ્રી જયચંદ્ર બારોટ; કોર્પોરેટરશ્રી દશરથભાઇ પરમાર વગેરે મહાનુભવો ઉપસ્થીત રહેલ. શિબિરનુ ઉદઘાટન ખેરાલુના ઘારાસભ્યશ્રી ભરતસિંહ શંકરસિંહ ડાભીએ કરેલ.

 

આપણા વણકરસમાજનુ ગૌરવ : પ્રવિણભાઇ સોલંકિ

ભારત સરકારની ૨૦૦૩ની સનદી પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજયમાંથી પાસ થયેલ એક માત્ર વ્યકિત અમદાવાદ જિલ્લાના વતની પ્રવિણભાઇ સોલંકિએ આપણા વણકરસમાજનુ ગૌરવ વધાર્યુ છે.

આપ અમારી આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો અને વેબસાઇટ ઉપર મુકાવનારી ડિરેકટરીમાં નામ નોંધાવો અને અન્ય આપણા વણકરસમાજના ભાઇઓને પણ આ વેબસાઇટની જણ કરી આ વેબસાઇટ થકિ આપણા વણકરસમાજના વિકાસમાં સહભાગી બનો તેવિ વિનંતિ.

KEEP VISITING US FOR MORE INFORMATION

© Copyright 2013 www.VankarSamaj.com